Not Set/ શું કૈલાસ વિજયવર્ગીય, વિવાદો અને દાદાગીરીને ખાનદાની સબંધ ? ફરી બંગાળમાં કર્યુ ભારે વિવાદીત નિવેદન

“તમેે( સરકારી અધિકારી) અત્યારે(જ્યારે બંગાળમાં TMC સત્તાપર છે) જો ભાજપનાં કાર્યકર્તાને પરેશાન કરશો, તકલીફ આપશો, ડરાવશો તો યાદ રાખજો જ્યારે ભાજપ સત્તા પર આવશે(બંગાળમાં) ત્યારે શોલેનો એ ડાયલોગ બોલવામાં આવશે ‘અબ તેરા ક્યા હોગા’. ભાજપનાં કાર્યકર્તા -નેતાઓને દબાવાશે તે અમે (ભાજપ) બંગડીઓ નથી પહેરી તે યાદ રાખ જો. અત્યારે આવા તમામ(બહુ બધા) અધિકારીઓનું લિસ્ટ તૈયાર […]

Top Stories India Politics
kailash vijayvargiya 2 શું કૈલાસ વિજયવર્ગીય, વિવાદો અને દાદાગીરીને ખાનદાની સબંધ ? ફરી બંગાળમાં કર્યુ ભારે વિવાદીત નિવેદન

“તમેે( સરકારી અધિકારી) અત્યારે(જ્યારે બંગાળમાં TMC સત્તાપર છે) જો ભાજપનાં કાર્યકર્તાને પરેશાન કરશો, તકલીફ આપશો, ડરાવશો તો યાદ રાખજો જ્યારે ભાજપ સત્તા પર આવશે(બંગાળમાં) ત્યારે શોલેનો એ ડાયલોગ બોલવામાં આવશે ‘અબ તેરા ક્યા હોગા’. ભાજપનાં કાર્યકર્તા -નેતાઓને દબાવાશે તે અમે (ભાજપ) બંગડીઓ નથી પહેરી તે યાદ રાખ જો. અત્યારે આવા તમામ(બહુ બધા) અધિકારીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી જ રહ્યું છે. હું અહીં તમારી વચ્ચે(બંગાળનાં પુરૂલિયામાં) ચેતાવણી દેવા જ આવ્યો છું કે આવા લોકો(અધિકારી) જે સરકાર(TMC સરકાર)ની ચાપલુસી કરે છે તે આ વાત યાદ રાખે કે તમારુ નામ પણ લિસ્ટમાં આવશે. અમે(ભાજપ) એટલે જ શરાફત અને મર્યાદાથી કામ લઇ રહ્યા છીએ તેનો મતલબ એ નથી કે અમને મર્યાદા તોડતા આવડતી નથી.”

જાહેરમાં વધુમાં જણાવતા નેતાજી કહી રહ્યા છે કે, ” તે SPનું નામ શું છે?  મુર્ગા? મુર્ગા કે જે કાઇ હોય તેને, અમે મુર્ગા બનાવી દેશું. અમારી સરકાર આવશે એટલે. અમે ઘણા અધિકારીઓની યાદી બનાવેલી જ છે, જેને મુર્ગા  બનાવવાનાં છે.”

ભાજપમાં લિસ્ટ બનાવવાની સિસ્ટમ હોવાનો કર્યો આવી રીતે દાવો

આ શબ્દો અતી ધ્રુણાસ્પદ અને સિસ્ટમની સામે જાહેરમાં ઝેર ઓકતા શબ્દો છે કહેવાતા શાલીન અને શિસ્તબધ્ધ પક્ષ ભાજપનાં રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી અને પં. બંગાળ ભાજપનાં પ્રભારી કૈલાસ વિજયવર્ગીયનાં. જી હા, નેતાજી કૈલાસ વિજયવર્ગીય દ્વારા આ સંબોધન પં.બંગાળનાં પુરૂલિયામાં જાહેર મંચ પરથી કરવામાં આવ્યું હતું. સત્તા પર ન હોવા છતા સરકારી અધિકારીઓ પ્રત્યે આટલું ઝેર, જો સત્તામાં આવશે તો શું થશે તમારુ..? તે સંદેશો આપતા હોય તેમ ભાજપનાં આ નેતાએ જાહેરમાં તમામ સરકારી અધિકારી અને ખાસ કરીને પોલીસને જ ઘમકીઓ આપી દીધી છે. 

કૈલાસ વિજયવર્ગીય અને વિવાદો અને દાદાગીરીને ખાનદાની સબંધો

આમ તો ભાજપનાં આ નેતા કૈલાસ વિજયવર્ગીય ને વિવાદો અને દાદાગીરીને ખાનદાની સબંધો છે અને તે જાહેર પણ થઇ ચૂક્યું છે. તમામ જગ્યા કે જ્યાં ભાજપ સત્તા પર નથી તેવા રાજ્યોનાં પોલીસવાળા પ્રત્યે કૈલાસ વિજયવર્ગીય આવી જ ભાષા અને એરોગન્સ ઘરાવે છે આપને યાદ અપાવી દઇએ કે બે દિવસ પહેલા મધ્ય પ્રદેશ કે જે કૈલાસ વિજયવર્ગીયનું પોતાનું રાજ્ય છે ત્યાંનાં પોલીસવાળાને પણ કૈલાસ વિજયવર્ગીયે જાહેરમાં ખખડાવીને કહ્યું હતું કે “RSSનાં મોટા નેતાઓ શહેરમાં છે નહીં તો હું અહીં આગ લગાવી દેત”.

પૂર્વે ખુદ PM મોદીને પણ કડક પગલા લેવાનાં આદેશો કરવા પડ્યા હતા

આમ તો કહી શકાય કે કૈલાસ વિજયવર્ગીયને વિવાદો અને દાદાગીરીને ખાનદાની સબંધો છે કારણ કે થોડા સમય પહેલા કૈલાસ વિજયવર્ગીયનાં પુત્ર દ્વારા પણ પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને પોતાનાં હોદ્દા નો દુરઉપયોગ અને બાપનાં હોદ્દાનાં પાવરથી તંત્રને બાનમાં લેવાની કોશિશ કરવામાં આવી હતી, મામલો ત્યાં સુધી બિચક્યો હતો કે ખુદ PM મોદીએ આ મામલે કોઇ પણ હોય કડક પગલા લો તેવા આદેશો કરવા પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.