Not Set/ ભાજપનાં IT સેલ હેડ ને શાહીન બાગની મહિલાઓએ મોકલી માનહાનિ નોટિસ, જાણો શું છે કારણ

નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઈને મુસ્લિમ મહિલાઓ દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં એક મહિનાથી ધરણા પર બેઠા છે. મહિલાઓ દ્વારા આ ધરણા પ્રદર્શન આજે મુખ્ય ચર્ચાઓમાં રહે છે. વિરોધ કરી રહેલી મહિલાઓ સતત સરકારને નાગરિકતા સુધારો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહી છે. વળી શાહીન બાગની વિરોધ કરી રહેલી મહિલાઓએ ભાજપનાં આઇટી સેલનાં વડા અમિત […]

Top Stories India
Shahin Baug ભાજપનાં IT સેલ હેડ ને શાહીન બાગની મહિલાઓએ મોકલી માનહાનિ નોટિસ, જાણો શું છે કારણ

નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઈને મુસ્લિમ મહિલાઓ દિલ્હીનાં શાહીન બાગ વિસ્તારમાં એક મહિનાથી ધરણા પર બેઠા છે. મહિલાઓ દ્વારા આ ધરણા પ્રદર્શન આજે મુખ્ય ચર્ચાઓમાં રહે છે. વિરોધ કરી રહેલી મહિલાઓ સતત સરકારને નાગરિકતા સુધારો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહી છે. વળી શાહીન બાગની વિરોધ કરી રહેલી મહિલાઓએ ભાજપનાં આઇટી સેલનાં વડા અમિત માલવીયાને અવમાનનાની નોટિસ મોકલી છે. જણાવી દઇએ કે, અમિત માલવીયાએ આરોપ લગાવ્યો હતો કે, આ મહિલાઓને ધરણા કરવા માટે પૈસા આપવામાં આવી રહ્યા છે.

Image result for shahin baug and amit malviya

મહિલાઓ શાહિન બાગમાં 37 દિવસથી ધરણા પર બેઠા છે. આ મહિલાઓ નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરનો સતત વિરોધ કરી રહી છે. વળી, આ પ્રદર્શનકારીઓનાં કાયદાકીય સલાહકાર, મહેમૂદ પારચાએ માલવીયાની ઓફિસને અવમાનનાની નોટિસ મોકલી છે. આ નોટિસ બે મહિલાઓ નફીસા બાનો અને શહેઝાદ ફાતમા વતી મોકલવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, માલવીયા ભાજપ સાથે સંકળાયેલા છે, તેથી તેમનો પ્રદર્શનકારીઓની છબીને ખરાબ કરવામાં નિહિત સ્વાર્થ છે. માલવીયાને મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં તાત્કાલિક માફી અને એક કરોડનાં નુકસાનની માંગ કરવામાં આવી છે.

Image result for shahin baug and amit malviya

માલવીયાને મોકલવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે, તેમણે પ્રદર્શનકારીઓ સામે ખોટા આક્ષેપો કર્યા છે, તેમના હેતુ વિશે શંકા ઉભી કરી છે અને તેમણે અને અન્ય તત્વોએ સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરી છે અને પ્રદર્શનકારીઓની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે, ‘તમારા દ્વારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ઘણા મીડિયા હાઉસ દ્વારા ચલાવવામાં આવ્યો છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પ્રદર્શનકારીઓ ધરણામાં જોડાવા માટે 500-700 રૂપિયા લે છે. આવા નિવેદનો માત્ર ખોટા નથી, પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પ્રદર્શકારીઓની છબીને દૂષિત કરવાનો પ્રયાસ પણ છે. ‘

Image result for shahin baug and amit malviya

આપને જણાવી દઈએ કે, શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન અંગે એક સનસનાટીભર્યા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ધરણામાં બેઠેલી મહિલાઓ માટે ચા અને બિરયાનીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વીડિયોને ભાજપનાં નેતા કપિલ મિશ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર પણ શેર કર્યો છે. ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રા અને ભાજપ આઇટી સેલનાં વડા અમિત માલવીયાએ આ વીડિયો શેર કરતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, પ્રદર્શનકારીઓ હંમેશા 1000 લોકોની ભીડ હાજર રહેવાનું લક્ષ્ય રાખે છે. આ માટે લોકોને પાળીમાં બોલાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.