Not Set/ કેનેડામાં બોરસદની યુવતીની હત્યાના કેસમાં તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો

કેનેડાના ટોરેન્ટોમાં બોરસદ તાલુકાની પામોલ ગામની પટેલ યુવતીની રહસ્યમય હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે વતન આવેલા મૃતકના નાના ભાઈ વિનયએ પણ સગાઈ પડતી મૂકીને ટોરેન્ટોમાં તેની મોટી બહેનનીઅંતિમ વિધિ માટે કેનેડા જવા રવાના થઈ ગયો હતો. જ્યાં તેની બેનની અંતિમ વિધિ ગતશનિવારના રોજ કરવામાં આવી હતી. જ્યારે કેનેડા પોલીસે હિરલ પટેલના […]

Top Stories World
રાકેશ પટેલ કેનેડા કેનેડામાં બોરસદની યુવતીની હત્યાના કેસમાં તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો

કેનેડાના ટોરેન્ટોમાં બોરસદ તાલુકાની પામોલ ગામની પટેલ યુવતીની રહસ્યમય હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે વતન આવેલા મૃતકના નાના ભાઈ વિનયએ પણ સગાઈ પડતી મૂકીને ટોરેન્ટોમાં તેની મોટી બહેનનીઅંતિમ વિધિ માટે કેનેડા જવા રવાના થઈ ગયો હતો. જ્યાં તેની બેનની અંતિમ વિધિ ગતશનિવારના રોજ કરવામાં આવી હતી. જ્યારે કેનેડા પોલીસે હિરલ પટેલના પતિ રાકેશભાઈ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

હવે આ જ યુવતીના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટોના ઈટોબિકોકમાંથી મૃતક હિરલ પટેલના પૂર્વ પતિ રાકેશનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટો પોલીસે રાકેશ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જાહેર કર્યું હતું. હિરલના હત્યા કેસમાં વોરન્ટ જાહેર થતા રાકેશ ફરાર થયો હતો. ત્યારે ફરાર થયેલા રાકેશનો તેની કાર સાથે મૃતદેહ મળી આવ્યો છે. પોલીસના પ્રાથમિક તારણ મુજબ રાકેશે આત્મહત્યા કરી હોઈ શકે. જોકે તેની હત્યાને લગતી તમામ ઝીણવટભરી માહિતી તપાસ બાદ જ સામે આવશે.

ઉલ્લેખનીય છે કે, બોરસદ તાલુકાના પામોલ ગામની હિરલ પટેલના લગ્ન ત્રણેક વર્ષ પહેલા મૂળ કિંખલોડના પરંતુ હાલમાં કેનેડા ખાતે રહેતા રાકેશ મહેન્દ્રભાઈ પટેલ સાથે થયા હતા. બંનેનું લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું પરંતુ ત્યારબાદ પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેણીને અસહ્ય ત્રાસ ગુજારવાનો ચાલુ કર્યો હતો.

જેને લઇને બે મહિના પહેલા બંનેને છૂટાછેડા થઈ ગયા હતા.હિરલ કેનેડા ખાતે રહેતા પોતાના ભાઈ વિનય અતુલભાઇ પટેલના ઘરે રહેવા જતી રહી હતી અને જોબ કરતી હતી. તા.૧૧મી ના રોજ જોબ પર ગયા બાદ તે ગુમ થઇ ગઇ હતી. બે દિવસ બાદ તેની લાશ ખાડી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં મળી હતી. આ ઘટના સંદર્ભે ટોરેન્ટો પોલીસે તપાસ હાથ ધરતા તેનો પતિ રાકેશ પટેલ પણ ગુમ જણાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.