Not Set/ દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે…

શહીદ જવાનને અંતિમ વિદાય આપ્યા બાદ કોઇ રાજકીય નેતા તેમના ઘરની મુલાકાત સુધ્ધા પણ લેતા નથી. પરંતુ આ બધામાં એક અપવાદ છે જે શહીદ થેયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરે છે અને તેમની સાથે સતત સંપર્કમાં રહે છે.

Top Stories
Untitled1 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...

‘એ મેરે વતન કે લોગો જરા આંખ મેં ભર લો પાની જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની..’આ ગીત સાંભળીને નહેરૂજીની આંખમાં પાણી આવી ગયુ હતુ. અને આજે પણ દેશવાસીઓ આ ગીત સાંભળીને ગમગીન બની જાય છે, પરંતુ તે માત્ર થોડા સમય. પછી શહીદ થયેલા જવાનોને યાદ કરવાની ફુરસદ જ ક્યાં કોઇને હોય છે. પરંતુ દેશની એક દીકરી છે, જે શહીદ થયેલા જવાનના પરીવારને મદદ પણ કરે છે અને સતત તેમના સંપર્કમાં પણ રહે છે. મંતવ્યએ આઝાદીના અમૃતમોહત્સવના પર્વ પર દેશની દિકરી વિધી જાદવ સાથે મુલાકત કરી… 15મીઓગ્ષ્ટ આપણા સૌ માટે આઝાદીનું પર્વ, આ વર્ષે અમૃતમહોત્સવની ઉજવણી છે, માટે આપણા માટે વિશેષ બની જાય છે. પરંતુ આપણી દેશ ભક્તિ પણ પતંગિયા જેવી છે જે 16 ઓગ્ષ્ટે મરણ પામે છે. પણ દેશના વિર જવાન છે જે પોતાનું સમગ્ર જીવન જ દેશ માટે નિછાવર કરીને બેઠા છે. સરહદ પર દરેક મોસમમાં ખડેપગે ફરજ નિભાવે છે, જેના લીધે આપણે નિરાંતે ઊંઘી શકીએ છીએ, પરંતુ આપણે જવાનો માટે શુ કરીએ છીએ..? pજવાન શહીદ થાય તો માત્ર સોશિયલ મીડિયા પર દેશભક્તિ બતાવી આત્મસંતોષ મેળવીએ છીએ. જે જવાનો શહીદ થયા છે તેમના પરિવારજનો પર શું વિતે છે..? તેમની પત્નિ-બાળકો કઇ હાલતમાં છે..? ઉપરાંત નાના મોટા અનેક પ્રશ્નથી કુંટુબીજનો ઝઝૂમતા હોય છે. શહીદ જવાનને અંતિમ વિદાય આપ્યા બાદ કોઇ રાજકીય નેતા તેમના ઘરની મુલાકાત સુધ્ધા પણ લેતા નથી. પરંતુ આ બધામાં એક અપવાદ છે જે શહીદ થેયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરે છે અને તેમની સાથે સતત સંપર્કમાં રહે છે.

આપણે વાત કરી રહ્યા છે મૂળ ચાંગાની વતની અને હાલમાં નડિયાદમાં રહેતી 19 વર્ષની વિધિની, જી, હા વિધિ નાની ઉંમરથી જ આ જવલંત કાર્ય કરી રહી છે. વિધિએ ખુબ જ નાની ઉંમરમાં દેશના શહીદ જવાનોના પરિવારજનોની મનોવ્યથા જાણી તેની ભાગીદાર બની છે. આપણા દેશ માટે શહિદ થયા હોય તેવા વીરોને સાચી શ્રદ્ધાંજલી આપવાનું કામ વિધિ કરી રહી છે. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિધિ શહીદ થયેલા જવાનોના પરિવારને પાંચ હજાર રૂપિયા અને લાગણીસભર પત્ર લખે છે. એટલુ જ નહીં તેમના સતત સંપર્કમાં પણ રહે છે. હાલની જનરેશન જ્યાં વોટ્સએપ પર ફની જોક્સ મોકલવામાં વ્યસ્ત રહે છે. ત્યારે વિધિ આ માધ્યમનો ઉપયોગ કરી વીર શહીદોના પરિવાર સાથે લાગણીની આપ લે કરે છે. આજના છોકરાઓને વળી આવા વિચારો આવતા હશે તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે. પરંતુ વિધિને મળ્યા પછી દરેક પ્રશ્નનું નિરાકરણ થઇ જાય છે.

શહીદ થયેલા જવાનો માટે આપણે કશુ કરીના શકીએ

Untitled8 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...

પોતાની દિકરી વિશે મંતવ્ય સાથે વાત કરતા વિધિના પિતા રાજેન્દ્ધકુમાર જાદવ કહે છે, “મને બરાબર યાદ છે કે વિધિ છઢ્ઢા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એક દિવસ મારી પાસે આવીને પુછવા લાગી કે પપ્પા આપણા દેશ માટે જે વીર જવાનો શહીદ થાય છે તેમના પરિવારજનોને કેટલો બધો આઘાત લાગતો હશે. આપણે તેમના માટે કશું ના કરી શકીએ..? વિધિની આવી વાત સાંભળીને પહેલા તો હું વિચારમાં પડી ગયો. પછી લાગ્યુ કે દીકરી વાતો સાવ સાચી જ કરી રહી છે. બસ પછી તેને શહીદોના ઘર સુધી પહોંચવાનો રસ્તો નક્કી કર્યો. પોતાની પોકેટમનીમાંથી પૈસા બચાવી શહીદોના પરીવારજનોને મોકલાવતી પરંતુ તે રકમ તેને ઓછી લાગતી માટે તેને મને કહ્યુ પપ્પા તમે મને આ કાર્ય માટે મદદ કરોને, અ ના કહેવાનો તો કોઇ પ્રશ્ન ન હતો. છેલ્લા સાતએક વર્ષથી મારી વિધિ આ કામ કરી રહી છે.”

તો જ પુથ્વી પર જન્મ લેવો સફળ થાય

Untitled3 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...

તમને આવો વિચાર કેવી રીતે આવ્યો પુછતા વિધિ મંતવ્યને કહે છે, “મને બાળપણથી જ શહીદો પ્રત્યે પ્રેમ અને માન હતુ. પરંતુ કહેવત થે છે ને કે ખાલી પેટે તો ભજન પણ ના થાય. માટે મને વિચાર આવ્યો કે હું શહીદ જવાનના પરિવાર માટે કંઇક કરું તો મારો પુથ્વી પર જન્મ લીધેલો સફળ થાય. પરંતુ માત્ર પાંચ હજાર રૂપિયા આપવાથી આપણી ફરજ પુર્ણ થતી નથી. માટે મે નક્કી કર્યુ કે જેમ આપણે સમય અંતરાલે આપણા સગા સબંધીને ફોન કરી વાતચીત કરીએ છીએ તે રીતે જ શહીદોના પરિવારજનના ખબર અંતર પુછવા. અને આ આપણી નૈતિક જવાબદારી છે. બસ ત્યારથી હું નિયમીત શહીદ જવાનોના પરીવારજનોને ફોન કરુ છું. ઘણીવાર તો કલાકો સુધી અમારી વાત ચાલે છે. મારી સાથે વાત કરી તેમને સહાનુભૂતિ મળે છે. અને મને મારી ફરજ નિભાવ્યાની ખુશી મળે છે.”

ઘણા શહીદોના ઘરની પરિસ્થિતી દયનીય હોય છે

Untitled4 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...

શહીદોનાપરિજનો સાથેની મુલાકાત વિશે વિધિ કહે છે, “ઘણાબધા સૈનિકોની આર્થિક સ્થિતી સારી નથી હોતી. જ્યારે કોઇ જવાન શહીદ થાય છે ત્યારે આપણી માટે તે દેશનો એક સૈનિક જ હોય છે. પરંતુ તેમના પરીવારમાં દિકરો, ભાઇ, પતિ અને પિતાની જવાબદારી નિભાવતા એક સાથે ચાર વ્યક્તિની ખોટ પડે છે. માટે દરેક વ્યક્તિએ આગળ આવી આપણા વીર જવાનોના પરીવારજનોની મદદ કરવી જોઇએ. દેશની વસ્તીમાંથી માત્ર દસ કરોડ લોકો પણ પણ એક રૂપિયો શહીદના કુટુંબજનોને આપે તો દસ કરોડ ભેગા થઇ શકે, અને આ રકમથી કેટલાય શહીદોના પરીવારને મદદ મળી શકે.”

હું દેશની સેવા કરીશ

અભ્યાસ પછી આગળ શુ કરવા કરશો એ વીશે વાત કરતા વિધિ કહે છે, “હું આઇએએસ ઓફિસર બનીને દેશની સેવા કરીશ. હું કોઇ પણ રીતે એવુ કામ કરવા ઇચ્છુ છુ જેનાથી દેશ પ્રત્યે મારી ફરજ પુર્ણ કરી શકુ. મારા દેશ માટે હું થોડુ પણ કાર્ય કરી શકીશ તો મને મારુ જીવન સાર્થક લાગશે.”

Untitled7 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...

295 શહીદોને આપી છે શ્રદ્ધાંજલી

વિધિએ પુલવામાં (જમ્મુ-કાશમીર) શહીદ થયેલા 40 જવાનોના પરીવારને 11 હજાર રૂપિયા મોકલી તેમને પત્ર લખી સાંત્વના આપી હતી. જ્યારે અત્યારે સુધી અન્ય 255 શહીદોના પરીવારને પાંચ હજાર રૂપિયા અને પત્ર લખી પોતાનો પ્રેમ અને ફરજ નિભાવી છે. જ્યારે 112 થી વધુ શહીદોના પરિવારની મુલાકાત કરી છે. અને અનેક પરીવારજન વિધિના ઘરે નડિયાદ પણ આવે છે. ઉરી હુમલામા શહીદ થયેલા તમામ જવાનોના ઘરની મુલાકત પણ લીધી છે. હાજર 10 કરતા વધુ શહીદોના સ્ટેચ્યુના અનાવરણ સમયે વિધિ હાજર રહી છે. આજે પણ  દરેક શહીદોના પરીવારને પોતાનું પરીવાર બનાવી નિયમીત વાતચીત કરે છે. કોઇ પોતાના દિકરાને યાદ કરતા રડી પડેછે, તો કોઇ પતિની યાદમાં જીવન વિતાવવાની આપવિત્તી કહે છે. શહીદ જવાનોના બાળકો પણ પોતાની વિધિ દીદી સાથે નિયમીત વાત શાળાની ચર્ચા કરે છે. માતા-પિતા ના હોય તેવા બાળકોને દર વર્ષે વિધિ એક હજાર રૃપિયા, તહેવારોમાં અનાજની કીટ અને શાળાની વસ્તુ મોકલાવે છે. ભારત-પાકિસ્તાનની બોર્ડર, રાજસ્થાન-ગુજરાતની બોર્ડર જેવી અનેક બોર્ડર પર ફરજ નિભાવતા જવાનોને વિધિ મળવા જાય છે.

પત્ર લખી વિશ્વમાં શાંતી માટે સહકાર માંગે છે

વિધિ વિશ્વ શાંતી દિવસે યુનાઇટેડ નેશન્સને અને અન્ય દેશના રાષ્ટ્રપતિ/વડાપ્રધાનને વિશ્વમાં શાંતી રાખવા માટે પત્ર લખે છે. જેમાંથી ઘણા બધા દેશોમાંથી વિધિના આ કાર્ય માટે અભિનંદનના પત્રો આવે છે.

દેશ તહેવાર ઉજવે છે અને વિધિ..

દિવાળી હોય રક્ષાબંધન હોય કે પછી કોઇ અન્ય તહેવાર વિધિ શહીદ જવાનના ઘરે પહોંચી તેમના બાળકોને ખુશ રાખવાના પ્રયત્ન કરે છે. બાળકો માટે કપડા, મીઠાઇ લઇ જાય છે. સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે.

મુખ્યમંત્રી સાથેની મુલાકાત

સસસસસ દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...ચાર દિવસ પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધિના કાર્યની વાત જાણી તેને ગાંધીનગર આવવાનું નિમંત્રણ પાછવ્યુ હતુ. વિધિને રૂબરૂ બોલાવી વિજય રૂપાણીએ તેનું સન્માન કર્યુ. વિધિએ તેમને રાખડી બાંધીને પોતાની લાગણી વ્યક્તિ કરી હતી.

રક્ષાબંધન કરવા જશે પિલ્લર બોર્ડર પર

વિધિ 21 અને 22 ઓગ્ષ્ટે કચ્છ સરહદે આવેલા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટીય બોર્ડર સરક્રિક વિસ્તાર પર ફરજ બજાવતા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે. 21 તારીખે વીઘાકોટ બોર્ડર પર જઇને જવાનોને રાખડી બાંધશે. અને તા. 22 આપણા દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત માટે જશે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં નાગરિકો જઇ શકતા નથી. માત્ર જવાનો જ અહીં ફરજ નિભાવે છે. ત્યારે વિધિને ખાસ સરકારી વ્યવસ્થા કરી ત્યાં લઇ જવામાં આવશે. આ ઉપરાંત લખપતની ગુનેરી બોર્ડર પર જઇને જવાનોને રાખડી બાંધશે.

Untitled10 દેશની આ દીકરી આવે છે શહીદોના પરીવારની વહારે...વિધિના જેમ જ જો દેશના લોકો વિચારે તો સરહદ પર જવા કદાચ દરેક પરિવારમાંથી એક સપુત નીકળી પડે. કારણ કે તેને ખબર હશે કે હું ભલે દેશ માટે શહિદ થઇશ પરંતુ કોઇ છે જે હંમેશા મારા પરિવારની સંભાળ રાખશે. કહેવાય છે કે, ‘કેમ છો ? પુછીને અડધી પીડા મટાડે છે, એવા પણ કેટલાક ખાસ અવાજ પણ ઔષધનો ગુણ ધરાવે છે..!’