gujrat election 2022/ ભાજપ એટલે સમસ્યાઓના સ્થાઇ સમાધાન માટે દિવસ રાત જેહમત કરનારી પાર્ટીઃમોદી

નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે વિશાળ જનમેદનીને સંબોધી. આ જાહેરસભામાં સાધુ-સંતોએ  નરેન્દ્ર મોદીને આશિર્વાદ આપ્યા

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
3 6 2 ભાજપ એટલે સમસ્યાઓના સ્થાઇ સમાધાન માટે દિવસ રાત જેહમત કરનારી પાર્ટીઃમોદી

નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે વિશાળ જનમેદનીને સંબોધી. આ જાહેરસભામાં સાધુ-સંતોએ  નરેન્દ્ર મોદીને આશિર્વાદ આપ્યા. આ સભામાં કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવિયા અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતિબેન શિયાળ તેમજ જિલ્લાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

 નરેન્દ્રભાઇ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે,છેલ્લા બે દિવસથી ગુજરાતની જનતાના આશિર્વાદ મેળવવાનો અવસર મળ્યો છે આપ સૌ મોટી સંખ્યામાં આશિર્વાદ આપવા આવી રહ્યા છો ત્યારે અમે આપના રૂણી છીએ , આજે ભાવનગરની ધરતી પર આવ્યો છું મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની તપોભૂમિ પર આવ્યો છું મહારાજા કૃષ્ણકુમારજીએ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરી.ગુજરાતની જનતાએ ભાજપનો બે દાયકાનો અનુભવ અને વિકાસની યાત્રા જોઇ છે તેના કારણે ગુજરાતની જનતા કહે છે કે ફરી એક બાર મોદી સરકાર

મોદીએ જણાવ્યું કે, આ ચૂંટણી પાંચ વર્ષ ગાંઘીનગરમાં કોની સરકાર બને તેની નથી. આ ચૂંટણી આવનાર 25 વર્ષ ગુજરાતના કેવા હશે અને દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે ત્યારે આપણું ગુજરાત વિકસિત ગુજરાત કેવું હશે તેના માટે છે.  મોદીએ જનતાને સવાલ કર્યા કે આપણું ગુજરાત વિકસિત થવું જોઇએ કે નહી ? આપણુ ગુજરાત ભવ્ય બનવુ જોઇએ કે નહી ?  ગુજરાનો ડંકો દુનિયામાં વાગે તેમ કરવું જોઇએ કે નહી ? આ કામ કોણ કરશે ? કોણ કરશે ? આ કામ મોદી નહી ગુજરાતીઓ સાથે મળીને કરશે ગુજરાતના જવાનિયા કરશે. જનતા એક વોટ કમળ પર દબાવે આપણા વિકસિત ગુજરાતની ગેરેંટી હું આપું છું. ભાજપ એટલે સમસ્યાઓના સ્થાઇ સમાધાન માટે દિવસ રાત જેહમત કરનારી પાર્ટી છે.

આ ઉપરાંત મોદીએ કહ્યું  કોંગ્રેસની સરકારમાં ગુજરાતની કેવી દશા હતી. દશકાઓ સુધી કોંગ્રેસની સરકાર રહી, કોંગ્રેસની કામ કરવાની રીત કેવી હતી તે જૂની પેઢી ક્યારેય ભુલશે નહી. કોંગ્રેસની આદત હતી કે કોઇ પણ સમસ્યા આવે ટાળી દેવાની પરંતુ ભાજપ સરકાર સમસ્યાનો સ્થાઇ નિકાલ કરે છે. ભાજપ સરકારે ગુજરાતમાં દસકોથી આવનાર સમસ્યાઓના સમાધાન માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. ખાલી પાણી માટે ભાજપ સરકારે જે કામ કર્યુ છે તે દેશના અનેક ભાગો માટે ઉદાહરણ રૂપ છે.

 સૌરાષ્ટ્ર –કચ્છ માટે પ્રતિદિન 2700 લાખ લિટર પાણી માટે ચાર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. મારા ગુજરાતના લોકોને પાણી પહોચાડીએ એટલે પથ્થર પર પાટુ મારી સોનું પકવે તેવું સામર્થ્ય ધરાવે છે. ગુજરાતમાં પાણી અને વિજળી પર ખૂબ કામ કરવામાં આવ્યું છે. આજે ગુજરાતના દરિયા કિનારે 15 હજાર મેગા વોટ કરતા વધુ વિજળી ઉત્પન્ન થાય છે. સપના જોવાનું સામાર્થ્ય હોય, સંકલ્પ લેવાની પ્રતિબદ્ધતા હોય અને સંકલ્પ માટે ખપી જવાનો પ્રયત્ન હોય તો સિદ્ધી પ્રાપ્ત થાય છે તેના કારણે ગુજરાત ઉજળું છે. આજે ગુજરાત તેજોમય છે.

એટલુ જ નહીં  મોદીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 20 વર્ષમાં દેશનું પહેલુ કેમિકલ ટર્મિનલ ગુજરાતમાં બન્યું, પહેલુ એલએનજી ટર્મિનલ ગુજરાતમાં બન્યું, દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલનું કામ ભાવનગરમા શરૂ થયું. ગુજરાતમાં આજે ઉદ્યોગ ધંધા માટે દુનિયાભરમાંથી રોકાણકારો આવે છે અને ગુજરાતના યુવાનોને રોજગાર મળે. આજે દુનિયા સેમિકન્ડકટર વગર એક ડગલુ ચાલે શકે તેમ નથી. નવી પોલીસીને કારણે રાજય સરકારે સેમિ કન્ડકટર માટે કરારો કર્યા છે તેનો લાભ આખા પંથક અને દેશને મળશે.ગુજરાતના અને દેશના આર્થિક વિકાસમાં માચ્છીમારોનું પણ મોટુ યોગદાન છે.કોંગ્રેસ સરકારમાં માચ્છીમારોની કોઇ પરવા જ ન હતી.

નરેન્દ્ર મોદીએ કહ્યું આજે દુનિયાના કોઇ દેશ કરતા સૌથી  વધુ વિમાન પાઇલોટ ભારતમાં મહિલા પાયલોટ છે. ભાજપ સરકાર દેશ કેવી રીતે મજબૂત થાય તે માટે કામ રહી રહ્યું છે. હવે કોઇ બિલ્ડર મધ્યમ વર્ગને છેતરવાનું કામ કરે ,નક્કી કરેલા માલ સામન ન વાપરે, નક્કી કરેલા સમયે મકાન ન આપે તો જેલ પાછળ ધકેલવાનું કામ કર્યુ છે. ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે જેના કારણે રોજગારી વઘી છે. આ ચૂંટણીમાં જિલ્લાના દરેક ઉમેદવારોને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી વિજય બનાવવા વિનંતી કરી.