ભીષણ આગ/ તામિલનાડુમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા 5 લોકોનાં મોત અનેક ઘાયલ

તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે

Top Stories India
accident 4 તામિલનાડુમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા 5 લોકોનાં મોત અનેક ઘાયલ

તામિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના શંકરપુરમ શહેરમાં એક ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે તેમજ અકસ્માતમાં ઘાયલોની સારવાર માટે 1 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે

કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટર પીએન શ્રીધરે જણાવ્યુ હતું કે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે મોજુદ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે દિવાળીનો તહેવાતને કારણે ફટાકડાનો ઘણો જ સ્ટોક જમા હતો. ભીષણ આગા લગતાં ઊંચે સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા છે. ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવા માટે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ દુર્ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

દુકાનની સામે પાર્ક કરાયેલું એક ટૂ-વ્હીલર પણ ભીષણ આગને કારણે એની લપેટમાં આવી ગયું હતું. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને મૃત્યુ પામેલા લોકોનાં પરિવારજનોને રૂ. 5-5 લાખ સહાય આપવાની અને ઈમર્જન્સી વોર્ડમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી છે.આ દિવાળી પહેલા મોટી દુર્ઘટના થઇ ગઇ છે

 ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં આ જ વિસ્તારમાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર 2020માં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગમાં 7 લોકો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા.