Not Set/ કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે – PM નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં AI એટલે કે કૃત્રિમ બુધ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે અને આ હેતુની પ્રાપ્તી માટે પગલાં લેવાઈ રહ્યા છે. સામાજિક સશક્તિકરણ માટે AI એટલે કે રાઇઝ – 2020 પરિષદનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુજબ જણાવ્યું હતું. PM મોદીએ કહ્યું હતું કે, AI નો દુરૂપયોગ થતો રોકવા વિશ્વ સમુદાયો સાથે મળીને […]

India Uncategorized
c8587108a241a133f25b644499141357 કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે - PM નરેન્દ્ર મોદી
c8587108a241a133f25b644499141357 કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં કૃત્રિમ બુદ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે - PM નરેન્દ્ર મોદી

કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં AI એટલે કે કૃત્રિમ બુધ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે અને આ હેતુની પ્રાપ્તી માટે પગલાં લેવાઈ રહ્યા છે. સામાજિક સશક્તિકરણ માટે AI એટલે કે રાઇઝ – 2020 પરિષદનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુજબ જણાવ્યું હતું.

PM મોદીએ કહ્યું હતું કે, AI નો દુરૂપયોગ થતો રોકવા વિશ્વ સમુદાયો સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ. આ બેઠકનો હેતુ કૃત્રિમ બુધ્ધિમત્તા અંગે સઘન વિચારણા થાય તેવો છે. PMમોદીએ કહ્યું કે, AI માટે વિશ્વ સમુદાયના સંયુક્ત પ્રયાસો આશ્ચર્યકારક પરિણામો લાવી શકે છે.

PM મોદીએ વધુંમાં કહ્યું કે, ભારતે ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે.ભારત સરકારે ગત એપ્રિલમાં યુવાનો માટે જવાબદારી પૂર્ણ AI – કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. આ કાર્યક્રમ હેઠળ શાળાના 11 હજાર વિદ્યાર્થીઓએ બેઝીક કોર્સ પૂર્ણ કરી પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કર્યું છે.

આ મામલામાં નીતિ આયોગના CEO અમિતાભ કાંતે જણાવ્યું હતું કે, ભારતે ડિજીટાઇઝેશનના શરૂ કરેલા પ્રયાસોએ AI માટે નવી તક ઊભી કરી છે. નવમી ઓક્ટોબર સુધી યોજાનારી આ પરિષદમાં વિશ્વભરમાં કૃત્રિમ બુધ્ધિમતા, નીતિ અને નવીનતાના પ્રતિનિધિઓ, નિષ્ણાંતો ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews