Heavy Rain/ સોમાલિયામાં ભારે વરસાદે તબાહી મચાવી, વિનાશક પૂરમાં 31 લોકોના મોત

સોમાલિયાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે.

Top Stories World
YouTube Thumbnail 14 1 સોમાલિયામાં ભારે વરસાદે તબાહી મચાવી, વિનાશક પૂરમાં 31 લોકોના મોત

સોમાલિયાના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. માહિતી પ્રધાન દાઉદ અવિસે જણાવ્યું હતું કે પૂરને કારણે ઓક્ટોબરથી અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો વિસ્થાપિત થયા છે, જ્યારે 12 લાખથી વધુ લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. તેમણે કહ્યું કે, ખાસ કરીને દક્ષિણ સોમાલિયાના ગેડો ક્ષેત્રમાં નાગરિક માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થયું છે.

યુનાઈટેડ નેશન્સ ઑફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઑફ હ્યુમેનિટેરિયન અફેર્સ (OCHA) એ પૂરનો સામનો કરવા માટે 2.5 કરોડ ડોલરની મદદ કરી છે. તેમણે ગુરુવારે એક નિવેદન જારી કરીને ચેતવણી આપી હતી કે 100 વર્ષમાં એકવાર આટલું ગંભીર પૂર આવવાની સંભાવના છે. OCHAએ જણાવ્યું હતું કે જો તમામ સાવચેતીના પગલાં લેવામાં આવે તો પણ આટલા મોટા પાયે પૂરની અસર માત્ર ઓછી થઈ શકે છે, અટકાવી શકાતી નથી.

OCHAએ લોકોને બચાવવા માટે ‘પ્રારંભિક ચેતવણી અને વહેલી કાર્યવાહી’ની ભલામણ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોમાલિયામાં લગભગ 16 લાખ લોકોના જીવન પૂરથી પ્રભાવિત થઈ શકે છે અને ડિસેમ્બર સુધી ચાલુ રહેતી વરસાદની મોસમ દરમિયાન 15 લાખ હેક્ટર ખેતીની જમીનનો નાશ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 સોમાલિયામાં ભારે વરસાદે તબાહી મચાવી, વિનાશક પૂરમાં 31 લોકોના મોત


આ પણ વાંચો: બિહારમાં દિવાળીની રાત્રે આગની દુર્ઘટનામાં કરોડોની સંપત્તિ થઈ રાખ

આ પણ વાંચો: રાજ્યમાં ‘જ્વલનશીલ’ અને ‘દાહક’ બની દિવાળી

આ પણ વાંચો: અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ, સિંધુભવન રોડ પર રેસિંગના નશામાં સર્જ્યો અકસ્માત