Not Set/ આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદનાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ

આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં વરસાદી વાદળો ફરી છવાયેલા જોવામાં આવી રહ્યા છે. અને લાંભા વિરામ બાદ ફરી ગુજરાત પર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતભરમાં સવારથી ડીપ ડીપ્રેશનની અસરો જોવામાં આવી રહી હતી. ત્યારે રાજ્યમાં અનેક જગ્યા પર છૂટાછવાયા વરસાદી […]

Ahmedabad Top Stories Gujarat
ahd rain આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદનાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ

આસોનાં ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં વરસાદી વાદળો ફરી છવાયેલા જોવામાં આવી રહ્યા છે. અને લાંભા વિરામ બાદ ફરી ગુજરાત પર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે અગાઉથી જ કરેલી આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતભરમાં સવારથી ડીપ ડીપ્રેશનની અસરો જોવામાં આવી રહી હતી. ત્યારે રાજ્યમાં અનેક જગ્યા પર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતો.

અમદાવાદમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક જ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદનાં કાલુપુર, ગોલલીમડા, દરિયાપુર, ચાંદખેડા, મોટેરા, ગોતા, ન્યુ રાણીપ, ઘાટલોડિયા, રાણીપ, સાબરમતી, આંબાવાડી, SG રોડ સહિતનાં અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. સમી સાંજે પણ વાહનચાલકોને લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી રહી છે.

ભાદરવાની વિદાય અને આસોનાં આગમન સમયે પણ ગુજરાતમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ફરી વીજ કડાકા સાથે રાજ્યનાં અનેક શહેરમાં જોરદાર વરસાદે લોકોને ભીંજવ્યા છે અને હવામાન વિભાગના મતે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. જેને પગલે ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની પૂર્ણ શક્યતા જોવામાં આવી રહી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડીપ્રેશન ચક્રવાતમાં તબદીલ થયું છે અને આ ચક્રવાત ઓમાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતને આમતો કોઇ માટી હાની પહોંચાડે તેવી સંભાવનાંઓ નથી જોવામાં આવી રહી. પરંતુ રાજ્યભરમાં અને દરિયાકાંઠા વિસ્તારમાં આવતા બે-ચાર દિવસ વરસાદનું જોર રહેશે તે ચોક્કસ વાત છે. આમ તો વરસાદી ઝાપટું પડવાથી ઠંડક પ્રસરતા શહેરીજનો ખુશખુશાલ થઈ ગયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.