અમરેલી/ મિલોથી ધમધમતું આ ગામ બન્યું બેરોજગાર, લોકોએ સરકાર સમક્ષ કરી માંગ

ગુજરાતમાં પ્રથમ વખત શીંગદાણા અને ઘઉં વીણાટ ઓઇલ મિલોથી ધમધમતું ગામ રોજગારી માટે તરસી રહ્યું છે.એક સમયમાં 30 થી 35 ગામોને રોજગારી અને અટાણા માટે નું મુખ્ય ગામ આજે રોજગાર ધંધા વગર ઠપ્પ થઈ રહ્યું છે શું છે ગામની વ્યથા આવો જાણીએ…

Gujarat Others
બેરોજગાર

અમરેલી જિલ્લાનુ છેવાડાનું વડીયા દેવડી ગામ જે એક સમયમાં મિલોથી ધમધમતું હતું.જે આજે ધંધા રોજગાર વગર બેરોજગાર બન્યું છે.આ ગામની અંદર 30 થી 35 વર્ષ પહેલા ના સિંગદાણા અને ઘઉંના ફોલ મિલો પ્રથમ શરૂ થયા હતા. ઓઇલ મીલના ઘાણાઓ પણ અહીં 30 થી 35 ની આસપાસ શરૂ હતા.આ ગામની અંદર ધંધા રોજગાર ઠપ થયા છે તેનું મુખ્ય કારણ એવું છે કે ગામમાંથી તમામ વેપારીઓ શહેરો તરફ ચાલ્યા ગયા છે.

આ ગામની અંદર હજી હાલમાં એ સીંગદાણા ફોલ મીલ ઓઈલમિલો ખંડેર હાલતમાં ઉભા જોવા મળે છે.ત્યારે વડીયા દેવડી ગામની નજીકથી એક નેશનલ હાઇવે પસાર થવા જઈ રહ્યો છે. જેથી સ્થાનિક લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે, સરકાર આ ગામને માર્કેટિંગ યાર્ડ આપે જેથી આસપાસના 30 થી 35 ગામોના ખેડૂતોને ફાયદો થાય. અને ફરી એક વાર આ ગામ ધંધા રોજગારીથી ધમધમે.

અમરેલી જિલ્લાનું છેવાડાનું ગામ વડીયા દેવડી જ્યા ગામની 35 થી 40 વર્ષ આસપાસના સમયની વાત છે આ ગામની આસપાસના 30 થી 35 ગામડાઓ ને રોજગારી આપતું આ ગામ હતું આ ગામની અંદર 30 થી 35 વર્ષ પહેલા ના સમયમાં જોકે ગુજરાતમાં પ્રથમ જ સિંગદાણા અને ઘઉંના ફોલ મિલો પ્રથમ શરૂ થયા હતા.

ઓઇલ મીલના ઘાણાઓ પણ અહીં 30 થી 35 ની આસપાસ શરૂ હતા આ ગામ વેપારીઓ અને વેપાર ધંધાથી ધમધમતું ગામ હતું. સવારથી તો સાંજ સુધી આસપાસના ગામડાઓના ખેડૂતો હટાણું કરવા માટે પોતાના ગાડાઓ લઈને પહોંચી જતા હતા મુખ્ય બજારો માંથી ગામના ગોન્દ્રા સુધી ગાડાઓની લાઈનો જોવા મળતી હતી. આજે એ ગામની પરિસ્થિતિ અને આ ગામની અંદર ધંધા રોજગાર ઠપ થયા છે તેનું મુખ્ય કારણ એવું છે કે ગામમાંથી તમામ વેપારીઓ શહેરો તરફ ચાલ્યા ગયા છે અને આ ગામની અંદર હજી હાલમાં એ સીંગદાણા ફોલ મીલ ઓઈલમિલો ખંડેર હાલતમાં ઉભા જોવા મળે છે.

આ ગામની અંદર કોર્ટ મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તેમજ બે હાઇસ્કુલો પ્રાથમિક શાળાઓ ગામની વસ્તી પણ હાલ અત્યારે 11 થી 12 હજાર ની આસપાસ છે ગામની અંદર કોઈ મોટો ઉદ્યોગ નથી કે કોઈ મજદૂરોને મજૂરી મળે તેવુ કોઈ મિલો નથી ત્યારે આ ગામના લોકોને રોજગાર માટે થી જેતપુર ગોંડલ ભેસાણ જેવા માર્કેટિંગ યાર્ડ તેમજ શહેરોમાં મજૂરી ખાતે જઈ રહ્યા છે ત્યારે આ ગામમાં એક માર્કેટિંગ યાર્ડની લોકોની માંગ પણ ઉઠી હતી અને હાલ પણ આ ગામના લોકોએ એક માર્કેટિંગ યાર્ડ થઈ જશે તો વડીયાની આસપાસના 30 થી 35 ગામડાઓ છે તેમના ખેડૂતોને અહીં પોતાની ખેત જણસીઓ લઈને આવવા માટે સરળતા રહેશે જે ખેડૂતોને પોતાની ખેત જણસીઓ ગોંડલ જેતપુર ભેસાણ અને બગસરા લઈને જવી પડે છે તે નજીક થશે અને આ ગામડું ભાંગતું જઈ રહ્યું છે. વડીયા દેવડી એને પણ ફરી જીવંતદાન થતું મળશે. અને લોકોને રોજગારી મળશે.

વડીયા દેવડી ગામની નજીકથી એક નેશનલ હાઇવે પસાર થવા જઈ રહ્યો છે અને તેમની નજીકમાં જ એક સરકારી જમીન પણ પડતર છે ત્યારે જો સરકાર આ ગામને માર્કેટિંગ યાર્ડ આપશે તો અહીંના આસપાસના 35 થી 40 જેટલા ગામડાઓના ખેડૂતોને ફાયદો થવાની પૂર્તિ શક્યતાઓ છે ત્યારે વિકાસશીલ ગુજરાતનું ગામડું ભાંગતું જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર એમને જીવંત દાન આપવા માટેથી આ ગામડાની માંગ સંતોષાય છે કે નહીં એ પણ આવનારો સમય બતાવશે.

આ પણ વાંચો:પેરાશૂટ સાથે નીચે પટકાતા કોરિયન નગરિકનું મોત, કલેકટરે આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો: સત્યેન્દ્ર જૈનને જેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં ઘટાડો, 15 દિવસ સુધી કોઈને નહીં મળી શકશે

આ પણ વાંચો:તુનિષા શર્માના મોત પર પોલીસનું નિવેદન, કહ્યું- લવ જેહાદનો કોઈ એંગલ નથી