કડી/ પેરાશૂટ સાથે નીચે પટકાતા કોરિયન નાગરિકનું મોત, કલેકટરે આપ્યા તપાસના આદેશ

કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું.

Top Stories Gujarat Others
કોરિયન
  • પેરાશૂટ સાથે નીચે પટકાતાં મોત
  • કોરિયન નાગરિકનું થયું મોત
  • કડી તાલુકાના વિસતપુરા ગામનો બનાવ
  • પેરાશૂટ ક્રેક થતાં બની ઘટના
  • કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

મહેસાણાના કડીમાં પેરાશૂટમાં ઉડતા ઉડતા નીચે પડી જતાં એક વિદેશી નાગરિકનું મોત થયું છે. કડીના ધરમપુર ગામમાં બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરાના બિઝનેસમેને તેના બે સાઉથ કોરિયન મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રણ પાઠવ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન તેઓ પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાના હતા. પરંતુ વિસતપુરા ગામમાં ટ્રાયલ દરમિયાન અચાનક પેરાશૂટ ક્રેક થયું જેને કારણે પેરાશૂટ સાથે કોરિયન નાગરિક નીચે પટકાયો અને તેને ગંભીર ઈજા પહોંચી. જે બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.  ઘટના અંગે કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કડી તાલુકાના ધરમપુર મુકામે આવેલી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ષષ્ટિપૂર્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ વિસતપુરા ગામના અને વડોદરા ખાતે બિઝનેસ કરતા બિઝનેસમેને સાઉથ કોરિયનના બે મિત્રોને આમંત્રણ પાઠવ્યું હતું. જે આમંત્રણને માન આપીને બે કોરિયન ભારત દેશ આવ્યા હતા અને વિસતપુરા ખાતે રોકાયા હતા. આજે ધરમપુર ખાતે યોજાયેલા ષષ્ટિપૂર્તિ કાર્યક્રમની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરિયનથી આવેલા બે લોકો દ્વારા પેરાશૂટથી પુષ્પવર્ષા કરવાની હતી.

આ બંને કોરિયન લોકોએ ગઈકાલે ધરમપુરથી વિસતપુરા સુધી પેરાશૂટથી ટ્રાય માર્યો હતો. જે દરમિયાન ગઈકાલે સાંજના સમયે બંને કોરિયન પેરાશૂટથી ટ્રાય મારી રહ્યા હતા. જેમાંથી એક 50 વર્ષીય કોરિયન SHIN BYEONGMOOAN દ્વારા વિસતપુરા ગામે ટ્રાય મારવાનું ચાલુ હતું, જે દરમિયાન અચાનક કોઈ કારણોસર પેરાશૂટ ક્રેક થઈ જતાં જમીન ઉપર પછડાયું હતું. પછડાતાંની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વિસતપુરા ગામની હાઈસ્કૂલની પાછળ ખુલ્લા મેદાનમાં પછડાતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કોરિયનને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ મામલે  જિલ્લા કલેક્ટર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવામાં પેરાશૂટ ડ્રાઈવ કરતી વખતે ટેક્નિકલ ખામીના કારણે નીચે પટકાતાં કોરિયન નાગરિકનું મોત થયું હોવાનું કડી પોલીસ સ્ટેશનના પીઆઈનું કહેવું છે. કદાચ પતંગની દોરીથી પેરાશૂટ ડેમેજ થઈ ગયું હોય એવું ગામલોકોનું અનુમાન છે.

આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનને જેલમાં આપવામાં આવતી સુવિધાઓમાં ઘટાડો, 15 દિવસ સુધી કોઈને નહીં મળી શકશે

આ પણ વાંચો:તુનિષા શર્માના મોત પર પોલીસનું નિવેદન, કહ્યું- લવ જેહાદનો કોઈ એંગલ નથી

આ પણ વાંચો:રસ્તો ક્રોસ કરી રહ્યો હતો દીપડો, ટ્રકની ચપેટમાં આવતા થયું મોત