Gujarat Election/ બહુચરાજી MLA ભરત ઠાકોર BJPમાં જોડાશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ચૂંટણીનો મોસમ પુર બહાર ખીલી ઉઠ્યું છે. હાલ પક્ષ પલટાની સીઝન પણ સાથે ચાલી રહી છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
અમરાઈવાડી વિધાનસભા
  • બહુચરાજી MLA ભરત ઠાકોર જોડાઇ શકે છે BJPમાં
  • લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર પણ જોડાઇ શકે BJPમાં
  • એ જે પટેલે લોકસભામાં કોંગ્રેસથી કરી હતી ઉમેદવારી
  • કોંગ્રેસ બંન્ને દિગ્ગજ નેતાઓ કમલમ ખાતે ભાજપમાં જોડાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે ચૂંટણીનો મોસમ પુર બહાર ખીલી ઉઠ્યું છે. હાલ પક્ષ પલટાની સીઝન પણ સાથે ચાલી રહી છે. નારાજ નેતા અને કાર્યકરો પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં સામેલ થઇ જાય છે. ગુજરાત બહુચરાજીના કોંગ્રેસ ધારાસભ્ય ભરત ઠાકોર ભાજપમાં સામેલ થઇ શકે છે. આ ઉપરાંત કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પણ ભાજપમાં  જોડાવવા માટે તૈયાર છે. લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એમ જે પટેલ પણ ભાજપમાં સામેલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના બન્ને દિગ્ગજો ભાજપમાં સામેલ થવા જઇ રહ્યા છે. સૂત્રોએ માહિતી આપી હતી.

હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જે ઉમેદવાર નારાજ ચાલી રહ્યા છે તે પશ્ર પલટો કરીને અન્ય પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હાલ ભાજપ 27 વર્ષથી સત્તામાં છે જેના લીધે આ વખતે ભાજપ તનતોડ મહેનત કરી રહી છે.