Not Set/ દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ 41 હજારની સપાટીએ, એકલા મહારાષ્ટ્રમાં 25 હજારને પાર

દેશમાં કોરોનાના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસોનો આંકડો 41,000ને પાર પહોંચી ગયો છે. દેશના 8 રાજ્યોમાં આંકડો હજારને પાર છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો એકલા મહારાષ્ટ્રમાં જ નવા કોરોનાના 25,681 કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 2,470, કર્ણાટકમાં 1,587 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક […]

Top Stories India
81579348 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ 41 હજારની સપાટીએ, એકલા મહારાષ્ટ્રમાં 25 હજારને પાર

દેશમાં કોરોનાના સંક્રમણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ કેસોનો આંકડો 41,000ને પાર પહોંચી ગયો છે. દેશના 8 રાજ્યોમાં આંકડો હજારને પાર છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો એકલા મહારાષ્ટ્રમાં જ નવા કોરોનાના 25,681 કેસો નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં પંજાબમાં 2,470, કર્ણાટકમાં 1,587 નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાના કારણે 70 લોકોએ જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રમાં મૃત્યુ દર પણ 2.20 % રહ્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને સાવધ કરતાં કહયું છે કે જો કોરોનાના કેસો વધે છે તો ફરી લૉકડાઉન લગાવાશે.

તેમણે કહ્યું કે લૉકડાઉન બિલકુલ એક વિકલ્પ છે, જેવું કે દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે.પરંતુ છતાં હું નાગરિકો પાસેથી સહયોગની અપેક્ષા રાખું છું.રાજયમાં કોરોનાનો નવો સ્ટ્રેન આવી ચૂક્યો છે અને સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાના વધતા કેસો ખતરનાક છે અને આપણે ગત સપ્ટેમ્બરના આંકડાને અડી ચૂક્યા છીએ.

ઠાકરેએ વધુમાં કહ્યું કે જ્યારે કોરોના થયો ત્યારે આપણી પાસે ઘણાં ઓછા વિકલ્પ ઉપલબ્ધ હતા.પરંતુ હવે આપણી પાસે વેક્સિન પણ છે. આપણે દરરોજ વેક્સીનેશનની સંખ્યા વધારી રહ્યા છીએ. અમે ગાઇડલાઇન્સ પણ જાહેર કરી છે. વેક્સિન પછી પણ સર્તક રહેવાની જરુર છે. કારણ કે તે પછી પણ કોરોનાના કેસો જોવામાં આવ્યા છે.