એર ઇન્ડિયાએ ઓગસ્ટની શરૂઆતથી અમેરિકા જતી તેની ફ્લાઇટ્સની આવૃત્તિ વધારવાની જાહેરાત કરી છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ફ્લાઇટની સંખ્યા વધારવા માટે સોશિયલ મીડિયા પર અપીલ કરવામાં આવી હતી. આ પછી એર ઇન્ડિયાની આ જાહેરાત બહાર આવી છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસોમાં તાજેતરમાં થયેલા ઉછાળા અને ભારત તરફથી આવતી ફ્લાઇટ્સની સંખ્યાને મર્યાદિત કરવાની અમેરિકી રાષ્ટ્રપતિની જાહેરાતને ધ્યાનમાં રાખીને, અમારે અમેરિકા જતી અમારી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જેમાં મુંબઈ અને નેવાર્ક વચ્ચેની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુસાફરોને આ રદ અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી અને પરિસ્થિતિ અમારા નિયંત્રણની બહાર હતી.
કોરોના વાયરસ ને કારણે, આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ્સના સંચાલન પર પ્રતિબંધ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. ઉડ્ડયન નિયમનકાર DGCA એ શુક્રવારે આ માહિતી આપી. કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારતમાં 23 માર્ચ 2020 થી આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે, પરંતુ મે 2020 થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે અને જુલાઇ 2020 થી કેટલાક દેશો સાથે ‘એર બબલ’ . કરાર હેઠળ ફ્લાઇટ્સનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું
રોના સંકટ વચ્ચે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા 31 ઓગસ્ટ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જોકે, વંદે ભારત મિશન અંતર્ગત બંને દેશો વચ્ચે ફ્લાઇટ સેવા ચાલુ રહેશે. વંદે ભારત મિશન હેઠળ એર બબલ હેઠળ બંને દેશો વચ્ચે હાલમાં હવાઈ સેવા ચાલી રહી છે.