Not Set/ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ : પૂર્વ મંત્રી મંજૂ વર્માએ નાટકીય રીતે કોર્ટમાં કર્યું સરેન્ડર

બેગૂસરાય, બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસના મુખ્ય આરોપી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મંજૂ વર્માએ નાટકીય અંદાજમાં સરેન્ડર કર્યું છે. મંગળવારે મંજૂ વર્માએ બેગૂસરાયની મંજોલ અનુમંડળ કોટમાં સરેન્ડર કર્યું હતું. Muzaffarpur shelter home case: Former Bihar Minister Manju Verma surrenders in a Begusarai Court. pic.twitter.com/TmedDq8lnC— ANI (@ANI) November 20, 2018 જો કે આ ચર્ચિત કેસના મુખ્ય આરોપીએ નાટકીય […]

Top Stories India Trending
756305 manju verma ani મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ : પૂર્વ મંત્રી મંજૂ વર્માએ નાટકીય રીતે કોર્ટમાં કર્યું સરેન્ડર

બેગૂસરાય,

બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસના મુખ્ય આરોપી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મંજૂ વર્માએ નાટકીય અંદાજમાં સરેન્ડર કર્યું છે. મંગળવારે મંજૂ વર્માએ બેગૂસરાયની મંજોલ અનુમંડળ કોટમાં સરેન્ડર કર્યું હતું.

જો કે આ ચર્ચિત કેસના મુખ્ય આરોપીએ નાટકીય અંદાજમાં સરેન્ડર કર્યું હતું, કારણ કે, તેઓ બુર્ખો પહેરીને કોર્ટમાં પહોચ્યા હતા. તેઓ કોઈ પ્રાઈવેટ ગાડીમાં આવવાને બદલે ટેમ્પા દ્વારા કોર્ટ સુધી પહોચ્યા હતા. સાથે સાથે આરોપીએ સરેન્ડર કરતા સમયે કોર્ટના સંકુલમાં ઘણીવાર બેહોશ થવાનું નાટક કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી મંજૂ વર્મા ફરાર ચાલી રહ્યા હતા, અને પોલીસ દ્વારા ઘણા સમયથી આ આરોપીની તપાસ કરવામાં આવી રહી હતી.

ચાર્જસીટમાં થયા હતા ચોકાવનારા ખુલાસા

મહત્વનું છે કે, કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આ શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.

આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.

મુજફ્ફરપુર મામલે મુખ્ય આરોપી સહિત ૯ની કરાઈ ધરપકડ

મુજફ્ફરપુરના બહુચર્ચિત એવા શેલ્ટરહોમ રેપ કેસ મામલે ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાનો મામલો સામે આવ્યા બાદ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત ૯ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી/

આ ઘટના ક્યારે સામે આવી ?

Related image

આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૪ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.

આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.

જો કે ત્યારબાદ વિપક્ષના હુમલા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી અને CBIએ કેસ પણ દાખલ કર્યો હતો.