Not Set/ રાજકોટમાં અમરિશ ડેરને લઇ સી.આર.પાટીલે કર્યો પલટવાર, કહ્યું : મેં આમંત્રણ આપ્યું નથી

અમરિશ ડેરને ભાજપમાં જોડાવવા અંગે મેં કોઈ આમંત્રણ આપ્યું નથી. હું કોઈ કોંગ્રેસીઓને ભાજપમાં લેવા માટે તૈયાર નથી તેવું તેમણે જણાવ્યું હતું જોકે સી.આર.પાટીલે પોતાના જ નિવેદન પર ફેરવી તોળ્યું છે

Top Stories Rajkot
સી આર પાટીલનો પલટવાર

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ શનિવારે રાજકોટ ખાતે પહોંચ્યા છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ પહોચેલા સી.આર.પાટીલે સર્કીટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, અમરિશ ડેરને ભાજપમાં જોડાવવા અંગે મેં કોઈ આમંત્રણ આપ્યું નથી. હું કોઈ કોંગ્રેસીઓને ભાજપમાં લેવા માટે તૈયાર નથી તેવું તેમણે જણાવ્યું હતું જોકે સી.આર.પાટીલે પોતાના જ નિવેદન પર ફેરવી તોળ્યું છે.

18મી નવેમ્બરના રોજ અમરેલી ખાતે આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં અમરિશ ડેર અને સી.આર.પાટીલ સાથે જોવા માટે મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે અને એ મારો અધિકાર છે. બસમાં જેમ સીટ માટે રૂમાલ રાખીને જગ્યા રોકીએ છીએ તેમ અમે ડેર માટે જગ્યા ખાલી રાખી છે. વધુમાં સી આર પાટીલએ જણાવ્યુ હતું કે, મારી પાર્ટી ના ઘણા લોકો તેમના ખાસ મિત્રો છે. ડેરનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. આહીર સમાજના સમૂહ લગ્નમાં સી.આર.પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરને ભાજપના કાર્યકર્તા કહી સંબોધન કર્યું હતું.

નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ ભાજપ સરકાર ના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેરની ગુપ્ત મુલાકાત પણ થઈ હતી.

જોકે હવે સી.આર.પાટીલના પલટવાર નિવેદનને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે.  હવે જોવાનું એ છે કે, આ મુદ્દે અમરિશ ડેર શું કહે છે તે જોવાનું રહ્યું.