મહેસાણા/ મિરર રાઇટિંગમાં રામ ભક્તે લખી છે રામાયણ

વિસનગરના એક વાયરમેન રામજન્મભૂમિ મહોત્સવ ટાણે અનોખી ભેટ (રામાયણ) ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવાના છે.આ ભેટ કોઈ સામાન્ય ભેટ નથી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 01 13T182649.071 મિરર રાઇટિંગમાં રામ ભક્તે લખી છે રામાયણ
  • મહેસાણામાં મિરર રાઇટિંગમાં રામ ભક્તે લખી છે રામાયણ
  • અયોધ્યા માં બનેલા રામ મંદિર માં રામાયણ ગ્રંથ સમર્પિત કરવા માંગે છે
  • લિમ્કા બુક માં મિરર રાઇટિંગ માં રામાયણ લખવા નો રેકોર્ડ નોંધાયો છે
  • મિરર માં લખેલો રામાયણ ગ્રંથ અયોધ્યા માં પ્રભુ શ્રી રામ ને સમર્પિત કરશે

@અલ્પેશ પટેલ 

22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામજન્મભૂમિ મહોત્સવ યોજવા જઈ રહ્યો છે.આ મહોત્સવને લઈને આજે સમગ્ર દેશ રામમય બની ગયો છે.ત્યારે વિસનગરના એક વાયરમેન રામજન્મભૂમિ મહોત્સવ ટાણે અનોખી ભેટ ભગવાન રામના ચરણોમાં અર્પણ કરવાના છે.આ ભેટ કોઈ સામાન્ય ભેટ નથી.આ ભેટને ઇન્ડિયા બુક અને લિમ્કાબુકમાં સ્થાન મળેલું છે શું છે આ અનોખી ભેટ જુઓ અમારા આ અહેવાલમાં

કહેવાય છે કે,ચણાયેલી ઇમારત ક્યારેય નકશામાં નથી હોતી,અને સફળતા ક્યારેય હસ્તરેખામાં નથી હોતી.આ ઉક્તિને વિસનગરમાં માત્ર ધોરણ દસ સુધી ભલેણા એક વાયરમેને સાબિત કરી બતાવી છે.સામાન્ય અભ્યાસ કરનાર આ વાયરમેન તેમના અજબ શોખને કારણે ભગવાન રામ જન્મભૂમિ મહોત્સવ ટાણે અનોખી ભેટ સમર્પિત કરવા જઈ રહ્યા છે.આ ભેટ ને ઇન્ડીયાબુક અને લીમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલું છે.આ છે,વિસનગરના જશવંતભાઇ પટેલ.જશવંતભાઇ પટેલ માત્ર ધોરણ દસ સુધી ભલેણા છે..અને વ્યવસાયે ઇલેક્ટ્રીશીયન છે.પરંતુ તેઓ ઉંધા અક્ષરમાં લખવાનો અજબ શોખ ધરાવે છે.

આ શોખને કારણે જશવંતભાઇવર્ષ ૨૦૦૭માં લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી ચૂક્યા છે.તો વર્ષ ૨૦૧૩માં તેમને ઇન્ડીયા બુકમાં સ્થાન મળ્યુ છે.જશવંતભાઇને આ સ્થાન 1426 પાનાનું તુલસીદાસ કૃત રામાયણ ઉંધા અક્ષરમાં લખવા માટે મળ્યુ છે.હવે જશવંતભાઇ મિરર રાઇટિંગમાં લખેલા આ રામાયણ ને રામજન્મભૂમિ મહોત્સવ વખતે ભગવાન રામને અર્પણ કરવાના છે. જશવંતભાઇ એક જ મિનિટમાં ૬૦ કરતાં વધુ શબ્દો આસાનાથી મીરર રાઇટીંગમાં લખી શકે છે.જશવંત પટેલે વર્ષ 2006માં આ સિદ્ધિ મેળવી છે.હવે તેઓ તેમના દ્વારા ઊંધા અક્ષરે લખાયેલ બુક ભગવાન રામને અર્પણ કરવાના છે.

કહેવાય છે કે,મન હોય તો માળવે જવાય.જશવંતભાઇના કિસ્સામાં પણ કઇક આવુ જ છે..માત્ર ધોરણ દસ સુધી ભલેણા જશવંતભાઇને મીરર રાઇટીંગ કરવાની પ્રેરણ એબ્યુલન્સ ઉપર લખાયેલા ઉંધા લખાણને જોઇને મળી હતી.શરૂઆતમાં કક્કો બારાખડીથી પ્રેક્ટિસ શરૂ કરનાર જશવંતભાઇ મીરર રાઇટીંગમાં એવા તો માહિર બની ગયા  કે,તેઓ સરળતાથી ખૂબ જ ઝડપે ઉંધા અક્ષરે લખી શકે છે.લીમ્કા બુકમાં તેમને પ્રતિ મિનિટે ૬૦ શબ્દોની ઝડપ માટે સ્થાન મળ્યુ છે, 7 મહિના સુધી મિરર રાઇટિંગ કરી 1426 પાના ની રામાયણ લખી છે.હાલમાં જશવંતભાઇની મીરર રાઇટીંગમાં સ્પીડ ૭૦ શબ્દો કરતાં પણ વધુની છે.જશવંતભાઇની આ સિધ્ધિથી તેમનો પરિવાર પણ ખૂબ ખુશ છે.જો કે,શરૂઆતમાં તેમના પરિવારને પણ નવાઇ લાગતી હતી કે,આ પ્રકારે લખાણ કરવાનો શુ મતલબ.પણ જ્યારે જશવંતભાઇ લીમ્કા બુક ઓફ રેકોર્ડ સુધી પહોચ્યા ત્યારે તેમની આ સિધ્ધિ તેમના પરિવારજનો માટે પણ પ્રેરણારૂપ બની ગઇ છે.તો ભગવાન રામને મિરર રામાયણ અર્પણ કરવાના તેમના આ નિર્ણયને મહેસાણા જિલ્લાના રામભક્તો પણ વખાણી રહ્યા છે.

દરેક માણસમાં કોઇને કોઇ ખૂબી છૂપાયેલી છે..પણ આ ખૂબીને ઓળખવી ખૂબ જરૂરી છે.જો માણસ પોતાની આંતરિક શક્તિને ઓળખી લે તો તે પણ જશવંતભાઇની જેમ જ કરામત કરી શકે છે.આજે ભગવાન રામના મહા ઉત્સવને મનાવવા આખું ભારત ભક્તિમય બની ગયું છે.ત્યારે જશવંતભાઈ પણ પ્રભુ શ્રી રામને અનોખી ભેટ આપી મહેસાણા જિલ્લાને અનોખું ગૌરવ પ્રદાન કરવા જઈ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચીખલીના સાદકપોર ગામમાં રામજી ભૂતબાપાની મૂર્તિ ખંડિત કરાતા લોકોમાં રોષ

આ પણ વાંચો:પતંગરસિયાઓ…આ વર્ષે અમદાવાદની પોળની ઉતરાયણ બની મોંઘી…

આ પણ વાંચો:અમરેલીમાં કૂવામાંથી ત્રણ મૃતદેહ મળતા શોકનું મોજુ ફરી વળ્યું

આ પણ વાંચો:પારડીમાં નરાધમ બનેવીએ સાળીને હવસનો શિકાર બનાવી