@નિકુંજ પટેલ
વલસાડના પારડીમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં બનેવીએ જ સાળીને શિકાર બનાવી હતી. આરોપી બનેવીએ 13 વર્ષની સાળી સાથે દુષ્કર્મ કર્યું હતું. સાસુએ આરોપીને ઘણીવાર સમજાવવા છતા તે ન માનતા અંતે તેમણે આરોપી વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
આ બનાવની વિગત મુજબ વલસાડના પારડી વિસ્તારમાં બનેવીએ પોતાની સાળીને પોતાની હવસની શિકાર બનાવી હતી. સાળી ફક્ત 13 વર્ષની ઉમરની છે અને આરોપી બનેવી તેને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો. છેલ્લા છ મહિનાથી તે સગીર સાળી સાથે દુષ્કર્મ કરતો હતો.
આ અંગે સાસુને જાણ થતા તેમણે જમાઈને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમજતો ન હતો. અંતે સાસુએ આ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદ/બોડકદેવમાં યુવકના અપહરણ કેસમાં ચાર આરોપી ઝડપાયા
આ પણ વાંચો:ATM loot/ગાંધીધામમાંથી ATM વાન ઉઠાવી ગયો એક શખ્શ, અંદર હતા કરોડો રૂપિયા…
આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’