અમદાવાદ/ વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

લુલુ ગ્રુપે અમદાવાદમાં સુપર મોલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઈબ્રન્ટ સમિટમાં આ મહત્વની જાહેરાત કરી હતી.

Gujarat Top Stories
Mantay 15 1 વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેમજ અમદાવાદમાં દુનિયાનું મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે. જેના બાદ હવે ગુજરાતમાં સૌથી મોટો મોલ બનવા જઈ રહ્યો છે. લુલુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો સુપર મોલ બનાવવાની જાહેરાત કરી. લુલુ ગ્રુપ દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમ્યાન રૂ. 4,000 કરોડના રોકાણ સાથે સુપર મોલ બનાવવાની જાહેરાત કરી.

Capture 1 9 વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

હાલ અમદાવાદમાં ‘આલ્ફા વન’ એ અમદાવાદનો સૌથી મોટો મોલ છે, જે ગુજરાતની આર્થિક રાજધાની ગણાય છે. આ મોલ 12 લાખ ચોરસ ફૂટમાં બનેલ છે. તેના નિર્માણ પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લુલુ ગ્રુપે કહ્યું છે કે મોલનું નિર્માણ કાર્ય 2024માં શરૂ થશે. આ મોલ અમદાવાદના એસપી રીંગ રોડ પર બને તેવી અપેક્ષા છે.

પ્રવાસીઓ મળશે તમામ બ્રાન્ડ

લુલુ ગ્રુપે અમદાવાદમાં સુપર મોલ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રુપના ચેરમેન યુસુફ અલીએ વાઈબ્રન્ટ સમિટમાં આ મહત્વની જાહેરાત કરી હતી. આ મોલને વિશ્વની તમામ મોટી બ્રાન્ડ ઉપલબ્ધ સાથે વિશ્વ કક્ષાના મનોરંજન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. રાજ્ય સરકારને આશા છે કે આ સુપર મોલના નિર્માણથી રાજ્યના સૌથી મોટા શહેર અને નાણાકીય કેન્દ્રની તમામ જરૂરિયાતો પૂરી થશે. અમદાવાદ હેરિટેજ સિટી બનતા અનેક પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. આથી આ મોલ બનતા અહીં આવતા પ્રવાસીઓ એક જ જગ્યાએ તમામ બ્રાન્ડ મેળવી શકશે.

07 વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

મોલમાં હશે આ સુવિધા

લુલુના આ સૌથી મોટા સુપર મોલમાં 300 થી વધુ સ્થાનિક અને વિદેશી બ્રાન્ડની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. ગ્રુપનો દાવો છે કે આ સુપર મોલ લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બનશે. આ મોલનું ફૂડ કોર્ટ પણ સૌથી મોટું હશે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી અને અન્ય વાનગીઓની મજા માણી શકશે. મોલમાં 15 મલ્ટિપ્લેક્સનું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ લેવલના સુપર મોલ, ગુજરાતીથી લઈને બોલિવૂડ અને હોલીવુડ સુધીની ફિલ્મો એક સાથે મોલમાં જોઈ શકાશે.

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ મોલમાં ખાસ કરીને બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે મનોરંજન કેન્દ્રો વિકસાવવામાં આવશે. હાલમાં દેશનો સૌથી મોટો મોલ કોચીમાં છે. આ પણ લુલુ ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેના 225 થી વધુ આઉટલેટ્સ છે. આ સાથે, 100 થી વધુ બ્રાન્ડ્સ અહીં હાજર છે. ફૂડ કોર્ટની ક્ષમતા 2500 લોકોની છે. આ સુપર મોલ સાથે અમદાવાદ દેશના ટોચના શહેરોમાં સામેલ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Bullet Train/રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ : દેશમાં ટૂંક સમયમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન, જમીન સંપાદનનું કામ પૂર્ણ

આ પણ વાંચો:Beware of fake calls/ચેતજો…હવે સાયબર ઠગો આ રીતે તમારૂ બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે