Not Set/ અમદાવાદના અમરાઈવાડીમાં ભાડુઆત દ્વારા વૃદ્ધાની કરાઈ હત્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાની હત્યા કરાયેલી સ્થિતિમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે મકાનના ભાડુઆતે હત્યા કરી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઉદયનગર સોસાયટીના એક એપાર્ટમેન્ટના એક મકાનમાંથી મકાન માલિક શાંતાબેન વેગડા નામના વૃદ્ધાની હત્યા […]

Top Stories Ahmedabad Gujarat Trending
Renter Lady killed landlord woman in Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાની હત્યા કરાયેલી સ્થિતિમાં લાશ મળી આવી હતી. આ ઘટના અંગે મકાનના ભાડુઆતે હત્યા કરી હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ઉદયનગર સોસાયટીના એક એપાર્ટમેન્ટના એક મકાનમાંથી મકાન માલિક શાંતાબેન વેગડા નામના વૃદ્ધાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૃતક મકાન માલિક વૃદ્ધાનું નામ શાંતાબેન વેગડાની કોઈ અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શાંતાબેન વેગડા ભાડુઆત પરિવાર પાસે ભાડું લેવા માટે આવ્યા હતા ત્યારે તેમને ભાડુઆત પરિવારની મહિલાએ તેમને ઘરમાં બોલાવ્યા હતા, ત્યારે તેમની સાથે ભાડા અંગે તકરાર થઈ હતી. જેના કારણે ભાડુઆત પરિવારની ત્રણ વ્યક્તિઓએ કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યું છે. હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા છે.

આ અંગે અમરાઈવાડી પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે.પોલીસે તપાસ કરતા મકાનના બાથરૂમમાંથી શાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉદયનગર સોસાયટીમાં મકાન ધરાવતા શાંતાબેન વેગડાની હત્યા કરવાની ઘટના બની છે. જેમાં ભાડુઆતના મકાનમાં રહેતી ત્રણ વ્યક્તિઓએ આ વૃદ્ધાની હત્યાને અંજામ આપ્યો છે. કહેવાય છે કે, વૃદ્ધા ભાડું લેવા માટે આવી હતી ત્યારે બોલાચાલી થઈ હતી, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધાની હત્યા કરવા માટે જ્વલનશીલ પ્રવાહીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે.

પોલીસનું એવું પણ માનવું છે કે, ભાડું આપવાના મામલે ભાડુઆત પરિવારની સાથે વૃદ્ધાની બોલાચાલી થઈ હતી. જેના કારણે ભાડુઆત પરિવાર દ્વારા વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શાંતાબેન વેગડા છેલ્લા ચાર દિવસથી તેમના ઘરે આવ્યા ન હતા. એટલે કે તેમની હત્યા ત્રણ ચાર દિવસ અગાઉ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ મામલે પોલીસ દ્વારા એફએસએલની ટીમને પણ બોલવવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને ત્રણેય આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.