જાપાને દાવો કર્યો છે કે ઉત્તર કોરિયાએ શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. જાપાનના પીએમ કાર્યાલયે ટ્વીટ કર્યું કે, “ઉત્તર કોરિયાએ એક શંકાસ્પદ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે.રોઇટર્સના અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાની યોનહાપ ન્યૂઝ એજન્સીએ મંગળવારે તેની સેનાને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે ઉત્તર કોરિયાએ તેના પૂર્વ કિનારે સમુદ્રમાં બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી.
આ પહેલા ઉત્તર કોરિયાએ ગત સપ્તાહે બે વખત મિસાઈલ લોન્ચ કરી હતી. એક શનિવાર અને બીજો બુધવારે. શનિવારે સવારે ક્રૂઝ મિસાઈલ પ્રક્ષેપણ પર દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય વડાએ કહ્યું કે ઉત્તર કોરિયા તરફથી ચીન અને કોરિયન દ્વીપકલ્પની વચ્ચે પીળા સમુદ્રમાં સવારે 4 વાગે ચાર ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી.ગયા અઠવાડિયે બુધવારે મિસાઇલ પ્રક્ષેપણ પર જાપાને કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ વહેલી સવારે પૂર્વ તરફ બે બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. આ પછી જાપાને વિરોધ નોંધાવ્યો હતો. જાપાને રાજદ્વારી માધ્યમો દ્વારા મિસાઈલ પ્રક્ષેપણ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.