Not Set/ Google Doodle: બોલિવૂડની “ટ્રેજડી ક્વીન”ના 85 મા જન્મદિવસ પર આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ ટ્રેજડી ક્વીનના નામથી ફેમસ રહેલ મીના કુમારીને તેમની 85 મા જન્મદિવસ પર ગૂગલ ડૂડલે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પરદા પર જેટલા સુંદર દેખાતા હતા એટલા જ સારા એક્ટ્રેસ હતા.તેમનું રીયલ નામ મહજબીન બાનો હતું. મીના કુમારીને તેમના ગમગીન કિરદારો અને તેમના જીવનમાં થયેલ ઉથલાવોના કારણે તેમને “ટ્રેજડી ક્વીન” કહેવા લાગ્યા. મીના કુમારીનો જન્મ 1 […]

Trending Entertainment
55 Google Doodle: બોલિવૂડની "ટ્રેજડી ક્વીન"ના 85 મા જન્મદિવસ પર આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ

ટ્રેજડી ક્વીનના નામથી ફેમસ રહેલ મીના કુમારીને તેમની 85 મા જન્મદિવસ પર ગૂગલ ડૂડલે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. પરદા પર જેટલા સુંદર દેખાતા હતા એટલા જ સારા એક્ટ્રેસ હતા.તેમનું રીયલ નામ મહજબીન બાનો હતું. મીના કુમારીને તેમના ગમગીન કિરદારો અને તેમના જીવનમાં થયેલ ઉથલાવોના કારણે તેમને “ટ્રેજડી ક્વીન” કહેવા લાગ્યા.

મીના કુમારીનો જન્મ 1 ઓગસ્ટ 1933માં દાદર મુંબઈમાં થયો હતો. તેઓએ 6 વર્ષની ઉમરે પહેલી વાર મુવીમાં કામ કર્યું હતું. પરંતુ મીના કુમારીને ઓળખ 1952 રિલીઝ થયેલ ફિલ્મ “બેજુ બાવરા”થી મળી હતી. આ ફિલ્મના નિર્દશક વિજય ભટ્ટએ મહજબીન બનોને એક નવું નામ આપ્યું અને ત્યારથી તેમનું નામ મીના કુમારી પડ્યું ગયું હતું.

संबंधित इमेज

“બેજુ બાવરાઠ પછી, મીના કુમારીએ વર્ષ 1953 માં ત્રણ હિટ ફિલ્મો આપી, જેમાં દાયરા, દો બીઘા જમીન અને પરિણીતાનો સમાવેશ થાય છે. પરિણીતામાં મીના કુમારીનું કામને ખૂબ પ્રશંસા મળી હતી અને તેની ભૂમિકાએ ભારતીય મહિલાઓ પર પ્રભાવ પાડ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પછી, તેની છબી “ટ્રેજડી ક્વિન” થઇ ગયા હતા.

meena kumari google के लिए इमेज परिणाम

પરદા પર ગમગીન રહેવા વાળી મીના કુમારી તેમના અંગત જીવન પણ ગમથી ઘેલું હતું, મીનાએ કમલ અમરોહી સાથે લગ્ન કર્યાં. કમલ તેમના કરતા 15 વર્ષ મોટા હતા. પરંતુ આજાદ ખાયલોથી મિનાનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહોતો. 1964 માં, તે કમલ અમરોહી અલગ થયા હતા. આ સંબંધના તૂટવાથી મીના પર ગંભીર અસર પડી હતી. એવું કહેવાય છે કે આ ગમને ભૂલી જવા માટે મીનાએ દારૂ પીવાનું શરૂ કર્યું છે. અતિશય દારૂ પીવાના કારણે લીવર સિર્રોસિસનો ભોગ બન્યા હતા અને 31 માર્ચ, 1972 ના રોજ ફિલ્મ ‘પાકિજા’ ના રિલીઝ પછી થોડા અઠવાડિયા પછી તે 39 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતા.