UAE President/ UAE ના રાષ્ટ્રપતિનું અવસાન, 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

સરકાર દ્વારા 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શોકની સાથે સાથે દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રો માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી…

Top Stories World Trending
રાષ્ટ્રપતિનું અવસાન

રાષ્ટ્રપતિનું અવસાન: સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું (રાષ્ટ્રપતિનું અવસાન) શુક્રવારે નિધન થયું. સમાચાર એજન્સી ડબલ્યુએએમએ આ માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાન છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમની ઉંમર 73 વર્ષની હતી. રાષ્ટ્રપતિના નિધન બાદ સરકાર દ્વારા 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શોકની સાથે સાથે દેશના તમામ ખાનગી અને સરકારી ક્ષેત્રો માટે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે શેખ ખલીફા 3 નવેમ્બર 2004થી સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ પદ પર હતા. 2019 માં તેઓ ચોથી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા. તેને તેના પિતાના અનુગામી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઘણા ઇસ્લામિક રાષ્ટ્રો તેમજ અન્ય ઘણા મોટા દેશોએ શેખ ખલીફાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે શેખ ખલીફાનો જન્મ 1948માં થયો હતો. શેખ ખલીફા સંયુક્ત આરબ અમીરાતના બીજા રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના 16મા શાસક હતા. શેખ ખલીફા તેમના પિતાના સૌથી મોટા પુત્ર હતા. તેમના શાસન હેઠળ સંયુક્ત આરબ અમીરાતનો ખૂબ જ ઝડપથી વિકાસ થયો. શેખ ખલીફાએ તેમના શાસનકાળ દરમિયાન દેશને એ ઊંચાઈઓ પર લઈ ગયા જ્યાં તેમના પિતા દેશને આગળ લઈ જવા માંગતા હતા.

આ પણ વાંચો: Delhi/ બુલડોઝરની કાર્યવાહી સામે અરવિંદ કેજરીવાલ એક્શનમાં, ‘આપ’ ધારાસભ્યોની બેઠક બોલાવી

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રનો દાવો/ યુક્રેનમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકોએ દેશ છોડ્યો, 6 મિલિયન લોકો વિસ્થાપિત