સુરત/ બાળકોની સામે પત્નીની હત્યા કરનાર પતિની પોલીસ કરી ધરપકડ, જાણો ક્યાંથી પકડાયો

સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે હત્યા કરનાર પતિની ધરપકડની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat Surat
પત્નીની
  • પત્નિનો હત્યારો પકડાયો
  • 3 ગોળી મારી કરી હતી હત્યા
  • બાળકને રાખવા બાબતે થઈ હતી બબાલ
  • બિહાર મળી આવ્યો આરોપી 

સુરતમાં બાળકોની સામે પત્નીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રેમ લગ્ન કરી 7વર્ષથી અલગ રહેતી પત્નિ સાથે બાળક રાખવાની બાબતમાં માથાકૂટ થતા 23 ફેબ્રુઆરીની મોડી રાત્રે 3 ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આરોપી અખીલેશકુમાર મોલેશ્વરી બિહાર માંથી મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે હત્યા કરનાર પતિની ધરપકડની ધરપકડ કરવામાં આવી છે. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતેના વિખવાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીની ત્રણ ગોળી મારી હત્યા કરનાર યુવાનની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી, પેટ, કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી. 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં દાખલ ટીનાનું ઘટનાના ત્રણ અઠવાડીયા બાદ ગત 17 માર્ચના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અખીલેશની ધરપકડ માટે તજવીજ કરી રહેલી કતારગામ પોલીસ તેના મોતના અઠવાડીયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી ત્યારે સ્થાનિક પોલીસે તેની દારૂના ગુનામાં ધરપકડ કરી હતી. ટીનાના મોતને પગલે કતારગામ પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરી હાલ વેલ્ડીંગનો વ્યવસાય કરતા અખીલેશકુમાર મોલેશ્વરી સિંગનો ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા તજવીજ કર્યા બાદ ધરપકડ કરી છે.

આ પણ વાંચો:પત્ની માન્યતા અને બાળકોથી કેમ દૂર છે સંજય દત્ત, અભિનેતાએ જણાવ્યું કારણ

આ પણ વાંચો:રૂબીના દિલેકે ફિલ્ટર વગરનો પોતાનો વીડિયો શેર કર્યો, ચાહકોએ આવી કોમેન્ટ કરી

આ પણ વાંચો:સોહેલ ખાન અને સીમા સચદેવના થયા છૂટાછેડા, મલાઈકા-અરબાઝ બાદ ખાન પરિવારમાં તૂટ્યા બીજા લગ્ન