@સાગર સંઘાણી
Jamnagar News: જામનગર જિલ્લાનાં લાલપુરમાં ખનીજ ચોરીની ઉઠેલી વ્યાપક ફરિયાદો તથા થયેલી ઉચ્ચ સ્તરીય રજૂઆતોને પગલે મામલતદાર કચેરી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, અને એક જે સી બી અને બે ટ્રક કબ્જે લેવામાં આવ્યા હતા.
લાલપુર પંથકમાં વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરીની ફરિયાદના પગલે મામલતદાર કેતન ચાવડા અને તેની ટીમનાં નિલેશ બાવરિયા, બ્રિજેશ કણસાગરા, ભગીરથસિંહ જાડેજા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા વિગેરે દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગઇકાલે જાહેર રજાનાં દિવસે અલગ અલગ સ્થળ પર રેડ કરવામાં આવી હતી.
આ દરમ્યાન પડાના વિસ્તારમાં મંજૂરી વગરની કુલ બે સાઇટમાં દરોડા પાડીને ખાણ ખનીજ વિભાગને અહેવાલ કરવામાં આવ્યો છે. જ્યારે ૧ જેસીબી તથા ૨ ટ્રક જપ્ત કરી પોલીસને સોંપવામાં આવ્યા હતા તથા નાસી છુટેલા ૪ ટ્રક બાબતે નંબર નોંધી પોલીસ અધિક્ષક, જામનગરને અહેવાલ કરવામાં આવ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારમાં મંજૂરી વગર બેરોકટોક થઈ રહેલી ખનિજ ચોરી બાબતે મામલતદાર કેતન ચાવડા દ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
