Anand News: દરેક જગ્યાએ રખડતા શ્વાનઓથી (stray dogs) લોકો પરેશાન છે. શેરીઓમાં રખડતા શ્વાનો ઘણીવાર બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો પર હુમલો કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી અલગ અલગ જગ્યાએથી આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા. હવે તાજો કિસ્સો ગુજરાતના આણંદમાં સામે આવ્યો છે. અહીં શ્વાનએ એક બાળક પર હુમલો કર્યો છે.
આપને જણાવી દઈએ કે, આણંદમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતા શ્વાનઓ અને ઢોરોને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉમરેઠના જાહેર સ્થળોએ ઘણા સમયથી રખડતા શ્વાનઓનો ત્રાસ છે. ઉમરેઠમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ શ્વાન બાળક પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે આઠ વર્ષનો બાળક રજાઓમાં દાદાના ઘરે આવ્યો હતો. ઉમરેઠના કાકાની પોળમાં બાળક શેરીમાં રખડતો હતો ત્યારે શ્વાનોએ તેના પર હુમલો કર્યો હતો. બાળક શ્વાનથી બચવા દોડવા લાગ્યો અને થોડે દૂર જઈને પડી ગયો.
આ દરમિયાન તેણે અવાજ સાંભળતા જ એક મહિલા લાકડી લઈને આવી. બાળક તરત જ ઉભો થયો અને ભાગી ગયો. આ દરમિયાન ઘણા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ ઘટના સામેના મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લોકોનું કહેવું છે કે શ્વાન બાળકો માટે ખતરો બની રહ્યા છે, તેથી તેમની સુરક્ષા માટે પ્રશાસને જરૂરી પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ
