31મી ડિસેમ્બર નજીક આવતા જ લીકરના શોખીનો ઉજવણી માટેની તૈયારીમાં લાગી જાય છે. જયારે આ ૩૧ ડીસેમ્બર આવી રહી છે, ત્યારે દારૂના પરમીટ હોલ્ડર શોખીનોએ લીકર માટે રીતસર દોડવું પડે તેવો સરકારે આદેશ કર્યો છે. રાજય સરકારે એક પરિપત્ર બહાર પાડીને 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી દારૂ વેચતી પરમીટ હોલ્ડર લીકર શોપ બંધ રાખવાનો હુકમ કર્યો છે. જેને લઈને દારૂના રસિયાઓએ એડવાન્સમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે તૈયારીઓ કરવી પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની પેટાચૂંટણી હોવાના કારણે દારુની પરમીટવાળી શોપ્સ પણ બંધ રાખવાનો રાજ્ય સરકાર અને નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 29 ડિસેમ્બરે ચૂંટણી થશે, અને 31 ડિસેમ્બરે તેનું મત ગણતરી યોજાશે. જેથી 27 ડિસેમ્બરથી વોટિંગ પૂરું ન થાય ત્યાં સુધી અને ત્યારબાદ રિઝલ્ટના દિવસે લિકર શોપ બંધ રહેશે. એટલું જ નહીં, જો કોઈ સંજોગોમાં 30 ડિસેમ્બરે ફરી મતદાન કરાવવું પડે તો તે દિવસે પણ લિકર શોપ બંધ રાખવાનો ઓર્ડર છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં જ એક ડઝનથી પણ વધુ પરમિટ શોપ્સ આવેલી છે.એક લીકર શોપમાં કામ કરતા મેનેજર કહે છે કે હાલ ડિસેમ્બર મહિનામાં વિદેશથી મહેમાનો મોટી સંખ્યામાં આવતા હોય છે.આ મહિનાના અંતમાં દારૂનું વેચાણ વધી જતું હોય છે.આ પરિપત્રને કારણે તો ગુજરાતમાં વિદેશી મહેમાનો અને પરમિટધારકો માટે જ દારુબંધી હોય તેવો ઘાટ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
