ગુજરાત રાજ્યના વિકાસમાં ઉમેરાયેલા મોરપિચ્છ સમાન મેટ્રો ટ્રેનનો વધુ એક રૂટ આજ ગુરુવાર થી શરૂ થવા જઈ રહ્યો છે. હાલમાં જ વડાપ્રધાને અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનનું લોકરપર્ણ કરી મુસાફરીનો આણંદ માણ્યો હતો. ત્યારપછી આજે આ ફેઝ-1નો વધુ એક રૂટ શરૂ થવા જઈ રહ્યો છે.
આ નવીન રુટ અમદાવાદના વેજલપુર APMCથી મોટેરા સુધીનો રહેશે. આ રુટ પર કુલ 15 સ્ટેશનો આવશે. 15 સ્ટેશનો પૈકી સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર જૂની હાઈકોર્ટનું ઈન્ટરચેન્જ સ્ટેશન છે. આ સ્ટેશન પર વસ્ત્રાલથી થલતેજ રૂટ તથા વેજલપુર APMCથી મોટેરા રોડ જોડાતો હોવાથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રથમ ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર- દક્ષિણ આ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. આ ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે પૂર્વ, પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો વિસ્તારનો છે, આ કોરિડોરમાં થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્કનો સમાવેશ કરવામાં આવ્યા છે, જેમાં 17 સ્ટેશન આવેલા છે, આ કોરિડોર 18.87 કિલોમીટર લાંબો છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરીડોર 18.87 કિલોમીટરનો છે. જે વાસણા એપીએમસીથી લઇને મોટેરા ગામ સુધીનો છે. આ રૂટ ઉપર 15 મેટ્રો સ્ટેશન આવશે.
ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ફેઝ-1ને લીલીઝંડી આપ્યા પછી 2 ઓક્ટોબરના દિવસે મેટ્રો ટ્રેનનો વસ્ત્રાલથી થલતેજ જતો રૂટ શરૂ કરવામાં આવ્યો હતો.
