માલદા,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વોત્તરના રાજ્યોની બેઠકો સાધવાની કોશિશમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના માલદા પહોંચ્યા છે. પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન તેઓ બે જાહેરસભાને સંબોધશે અને ચૂંટણીને લઈ લોકોમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવશે.
મિશન બંગાળ પર ભાજપના ચાણક્ય
West Bengal: BJP President Amit Shah arrives in Malda. He will address a rally today. pic.twitter.com/8BpM9svprQ
— ANI (@ANI) January 22, 2019
મંગળવારથી ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ મિશન બંગાળ પર છે. આ દરમિયાન તેઓ માલદામાં એક રેલી સંબોધશે તેમજ બુધવારના રોજ ઝરગામ ખાતે પણ એક જાહેરસભાને સંબોધી ચૂંટણીનો શંખનાદ ફૂંકશે.
ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે,
https://twitter.com/ANI/status/1087644955596726272
બંગાળમાં બોમ્બ અને હથિયાર બનાવવાની કંપનીઓ ફૂલી ફાલી છે. જે ધરતી પર રબીન્દ્રા સંગીત હોવું જોઈએ ત્યાંની હવામાં બોમ્બ બ્લાસ્ટ થઇ રહ્યા છે. જો સત્તામાં ભાજપ આવશે તો બંગાળમાં સમૃદ્ધિ પાછી લાવશે.
BJP President Amit Shah in Malda: I am assuring you, bring BJP and we will not let any infiltrators enter Bengal. But these people love infiltrators, that is why they go against us when we talk about NRC pic.twitter.com/hxDlQsegFx
— ANI (@ANI) January 22, 2019
હું તમને આશ્વસ્ત કરું છું કે, ભાજપ સત્તા પર આવ્યા બાદ ઘુસપેઠીયોને બંગાળમાં પ્રવેશવા દેશે નહિ. પરંતુ જે લોકો ઘુસપેઠ કરતા લોકોને ઈચ્છે છે તો શા માટે તેઓ NRC (નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ) પર વાત કરવાથી ડરી રહ્યા છે.
BJP President Amit Shah in Malda: The election of 2019 will not only determine the future of India but is also very important for West Bengal. The election of 2019 will determine whether this govt of TMC which is killing democracy, will remain in Bengal or will be uprooted. pic.twitter.com/tQkIBsExmG
— ANI (@ANI) January 22, 2019
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી ન માત્ર ભારતનું ભવિષ્ય સાબિત કરશે, પરંતુ તે પશ્ચિમ બંગાળ માટે પણ મહત્વનું રહેશે.
વર્ષ ૨૦૧૯ની ચૂંટણી નક્કી કરશે કે, શું આ સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે ત્યારે તેઓ બંગાળમાં રહેશે અથવા તો તેને ઉથલાવી લેવામાં આવશે.
૨૨ સીટો છે ભાજપનું લક્ષ્ય
જોવામાં આવે તો, લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ આ વખતે પૂર્વોત્તરના રાજ્યો પર ફોકસ કરી રહી છે, જેમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ નિશાના પર છે. અમિત શાહ દ્વારા બંગાળની કુલ ૪૨ લોકસભા બેઠકોમાંથી ૨૨ સીટો જીતવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમિત શાહનો બંગાળ પ્રવાસ વિવાદોમાં રહ્યો છે. સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા આયોજિત રેલીને જોવા મળેલા ઘમાસાણ બાદ તેઓના હેલિકોપ્ટર ઉતારવાને લઈ પણ વિવાદ સામે આવ્યો હતો. રાજ્યની મમતા બેનર્જી સરકાર દ્વારા માલદામાં હેલિકોપ્ટર ઉતારવાને લઈ પરવાનગી આપવામાં આવી ન હતી.
