Vadodara News: વડોદરામાં અફીણના ડોડા કબ્જે કરાયા છે. સમા પોલીસે 230 કિલો અફીણ ડોડાનો જથ્થો ઝડપી પાડી પોલીસને મોટી સફળતા મળી છે.
વડોદરામાં સમા પોલીસે બાતમીના આધારે દુમાડ ચોકડી પાસે વોચ રાખી હતી. બાતમીના આધારે પોલીસે જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ પાસિંગની ગાડીમાંથી જથ્થો ઝડપી પાડ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં(2023 સુધી) ગુજરાતમાંથી ડ્રગ્સના જે આંકડા સામે આવ્યા છે તે દર્શાવે છે કે ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સનું સેવન ચિંતાજનક હદે વધી રહ્યુ છે. છેલ્લા એક વર્ષમાં જ એ ગુજરાતમાંથી 27 હજાર 837 કિલોનું ડ્રગ્સ ઝડપાયુ છે.
વર્ષ 2022માં ગુજરાતમાંથી સૌથી વધુ 12 હજાર 838 કિલોગ્રામ અફીણ, 14 હજાર 899 કિલોગ્રામ ગાંજો અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયુ હતુ. જો કે અફીણના મામલે 1.46 લાખ કિલોગ્રામ સાથે રાજસ્થાન મોખરે છે. જ્યારે યુપીમાંથી 10.30 લાખ કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે.
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
