Patan News: પાટણના એમએલએએ ધારપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી છે. દર્દીઓની વિવિધ સમસ્યાઓને લઈ માહિતી મેળવી વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી છે. હોસ્પિટલમાં ગેરરીતિ મામલાની રજૂઆતો બાદ ધારાસભ્યએ ઓચિંતી મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય કિરીટ પટેલે ધારપુર સિવિલ હોસ્પિટલમાં તેમને રજૂઆતો મળ્યા બાદ દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમની સમસ્યાઓને લઈ માહિતી મેળવી વિવિધ વોર્ડમાં જઈ દર્દીઓ સાથે વાતચીત કરી હતી, તેમને યોગ્ય ભોજન પૂરૂ પાડવામાં આવતુ ન હોવાની રજૂઆતો થઈ હતી. દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તા પણ ચકાસી છે. તપાસમાં દર્દીઓને અપાતું ભોજન ગુણવત્તા યુક્ત ન હોવાનું સામે આવ્યું છે. દર્દીઓની સંખ્યા કરતા ચોપડે વધુ દર્દીઓને ભોજન આપ્યાનું સામે આવ્યું છે.
દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજ વસ્તુઓના ધારાસભ્યએ ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા છે. કેન્ટીંન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાકટ તેમજ સુવિધાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધારપુર હોસ્પિટલ ખાતે ધરણા કરશું તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી
આ પણ વાંચો: અમદાવાદ અને ગાંધીનગમાં 22 ઠેકાણે સીઆઈડી ક્રાઈમનો સપાટો, દેહવ્યાપાર, દારૂ અને ફોરેનર એક્ટના ગુના દાખલ