Not Set/ AMU વિવાદ : જિન્નાની તસ્વીર હટાવવા મામલે વિધાથીર્ઓએ કર્યું ઉગ્ર પ્રદર્શન, બંધ કરવામાં આવી ઈન્ટરનેટ સેવા

અલીગઢ, ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતીશ ગૌતમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી (AMU)ના વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી જિન્નાની તસ્વીરને હટાવવાની માંગ કરી હતી. જો કે ત્યારબાદ આ મામલો હવે નવો વિવાદ જોવા મળી રહ્યો છે. આ વિવાદની વાત હવે હિંસા પછી ક્લાસ બોયકોટ સુધી પહોચી ચુકી છે. AMUના વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી તસ્વીર નહીં હટાવવા મામલે […]

Top Stories India

અલીગઢ,

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતીશ ગૌતમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી (AMU)ના વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી જિન્નાની તસ્વીરને હટાવવાની માંગ કરી હતી. જો કે ત્યારબાદ આ મામલો હવે નવો વિવાદ જોવા મળી રહ્યો છે. આ વિવાદની વાત હવે હિંસા પછી ક્લાસ બોયકોટ સુધી પહોચી ચુકી છે.

AMUના વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી તસ્વીર નહીં હટાવવા મામલે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જમાં ૧૫ વિધાર્થીઓ ઘાયલ થયા હતા અને ત્યારબાદ હવે આ મામલે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે પ્રદર્શન કરી રહેલા વિધાથીઓએ જિન્નાની તસ્વીર હટાવવાની વાતને નકારી કાઢી છે.

જિન્ના ભારતીય ઈતિહાસનો એક ભાગ છે : AMUના વિધાથીઓ

AMUના વિધાથીઓ દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટીમાં લાઈફલાઈન મેમ્બરશિપ આપવામાં આવી છે. જિન્ના અમારા માટે આદર્શ ભલે ના હોય પરંતુ તેઓ ભારતીય ઈતિહાસનો એક ભાગ છે”.

૫ મે સુધી ઈન્ટરનેટ સેવા પર લગાવવામાં આવ્યો પ્રતિબંધ

બીજી બાજુ ઉગ્ર પ્રદર્શનને જોતા સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત DM દ્વારા શુક્રવાર બપોર ૨ વાગ્યાથી થી શનિવાર ૫ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાને પણ યુનિવર્સીટીનાં પરિસરમાં બંધ કરવા માટે આદેશ આપ્યો છે.

પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં વિધાથીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે તેમજ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ ક્લાસમાંથી બોયકોટ પણ કર્યું છે. જયારે આ ઉગ્ર વિરુધ પ્રદર્શન વચ્ચે આ વિધાર્થીઓ દ્વારા મીડિયાકર્મીઓ પર હુમલો કરાયા હોવાની માહિતી સામે આવી છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શન કરી રહેલા વિધાથીઓ પર આરોપ છે કે , તેઓએ મીડિયાકર્મીઓને બોલાવ્યા હતા અને ત્યારબાદ એક ફ્રીલાંસ ફોટો જર્નાલિસ્ટ સાથે મારપીઠ પણ કરી હતી.

આ ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલીગઢ પ્રશાસન પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.

ભાજપના સાંસદ સામે રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવે

આ વિરોધ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં છોકરા-છોકરીઓ યુનિવર્સીટી કેમ્પસની બહાર ભેગા થયા છે તેમજ પોલીસની વિરુધ માર્ચ પણ કાઢી છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા છાત્રોની માંગ છે કે, ભાજપના સતીશ ગૌતમ વિરુધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આ માટે વિધાથીઓએ એડીએમને એક મેમોરેન્ડમ આપ્યું છે.

આ છે પૂરો વિવાદ

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સતીશ ગૌતમ દ્વારા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી (AMU)ના VCને પત્ર લખીને વિદ્યાર્થી સંઘ હોલમાં લાગેલી જિન્નાની તસ્વીરને હટાવવાની માંગ કરી હતી અને ત્યારબાદ આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત બુધવારે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ દ્વારા પણ જિન્નાની તસ્વીર હટાવવા માટે માંગ આકરી હતી અને AMUની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ પર પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામિદ અંસારીન કાર્યક્રમમાં દખલ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

જો કે ત્યારબાદ ૬ કાર્યકર્તાઓને પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વિદ્યાથીસંઘ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ વિરુધ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ તેઓને કોઈ ફરિયાદ દાખલ કર્યા વગર જ છોડી મુક્યા હતા.