બુધવાર અને 12 ફેબ્રુઆરીનો દિવસ ગુજરાત માટે અકસ્માતી દિવસ રહ્યો. સામે આવેલી ઘટના મુજબ રાજ્યાનાં વિવિધ વિસ્તારોનાં રોડ પર 5 અકસ્માત નોંધવામાં આવ્યા હતા. અકસ્માતમાં 7 લોકોનાં મોત નિપજ્યા છે, તો લગભગ 24 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે.
મહેસાણા જિલ્લાના ખેરાલુના મલેકપુર સિદ્ધપુર રોડ પર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા, તો 12 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીપ વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જીપમાં શ્રમિક મુસાફરો સવાર હતા. જીપ ચાલકની બેદરકારીના કારણે જીપ વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જીપમાં નાના-મોટા થઈને 20 શ્રમિકો સવાર હતા. તો મૃતકોમાં ચાર અને સાત વર્ષની બે બાળકીનો પણ સમાવેશ થાય છે.
પારડી ગામ પાસે સર્જાયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ અરનાલા ગામનાં સરપંચની કારને પારડી ના નેવરી-દાદરી નજીક અકસ્માત નડ્યો હતો. અકસ્માતે કાર ઝાડ સાથે ટકરાતા કારમાં સરપંચ સુરેશભાઈ સાથે સવાર ગામના આગેવાન ધીરુભાઈનું ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યું હતું. સરપંચ સુરેશભાઈ ગંભીર રીતે ઘવાતા તેને પણ 108 મારફતે પારડી કુરેશી હોસ્પિટલ માં ખસેડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાનગઢ રોડ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા યુવકનુ મોત નીપજ્યુ હતુ. પોલીસ ધટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પોરબંદરમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 8 થી 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાણાવાવ ગામના પાટિયા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરતના રીંગરોડ વિસ્તારમાં સામાન ભરેલો ટેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ટેમ્પોમાં સવાર ડ્રાઇવર સહિત અન્ય બે વ્યક્તિને ઇજા પહોંચી હતી, તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા છે. જ્યારે રસ્તા પર તેલ ઢોળાતા વાહનચાલકો સ્લીપ થયા હતા. જેના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. અને આખો રસ્તો ક્લીન કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
