દિશા પાટની અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ મલંગ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. 7 ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયેલી, મલંગ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગતિ બનાવી છે. આ ફિલ્મે ચોથા દિવસે 4.04 કરોડનો બિઝનેસ કર્યો હતો અને હવે પાંચમા દિવસે કલેક્શન સામે આવી ગયું છે.
બોક્સ ઓફિસ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ફિલ્મની કમાણીમાં બહુ ઘટાડો થયો નથી. મલંગ ફિલ્મે પાંચમા દિવસે લગભગ 3.75 કરોડનો બિઝનેસ કર્યો છે. જે બાદ કુલ 33 કરોડની આસપાસ થઇ જશે.
https://www.instagram.com/p/B8aqt1Sl-lJ/?utm_source=ig_embed
રોમાંચક થ્રિલર ફિલ્મ મલંગમાં દિશા પાટની સાથે અનિલ કપૂર અને કૃણાલ ખેમુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મમાં આદિત્યની એક્શનને લોકોએ પસંદ કરી છે.
‘મલંગ’નું દિગ્દર્શન મોહિત સૂરીએ કર્યું છે, જે ટી-સીરીઝના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્ધન લાઇટ્સ એન્ટરટેનમેન્ટના જે શેવક્રમની નિર્માતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
