કાર્ટૂન પ્રિન્ટ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. અત્યાર સુધી માત્ર બાળકો જ કાર્ટૂન પ્રિન્ટ્સ પસંદ કરતા હતા, પરંતુ હવે મોટા લોકો પણ આ ટ્રેન્ડની પાછળ ક્રેઝી થઇ ગયા છે. જો તમે પણ તમારા ફેવરિટ કાર્ટૂનને પોતાના વૉર્ડરોબમાં જગ્યા આપવા ઇચ્છો છો તો અમે તમને બતાવીશું કે તમે કેવી રીતે કાર્ટૂન પ્રિન્ટ્સ કેરી કરી શકો છો..
ડ્રેસ:


તમે કાર્ટૂન પ્રિન્ટની ડ્રેસ ડે-પાર્ટી, આઉટિંગ, હેંગઆઉટ માટે પણ કેરી કરી શકો છો.
લેંગિગ્સ:


આ ટ્રેન્ડી કાર્ટૂન પ્રિન્ટ લેંગિગ્સ તમને કૂલ લૂક આપશે. તમે પ્લેન ટૉપ કે ટ્યૂનિક અથવા તો લૉન્ગ ટી-શર્ટની સાથે પહેરી શકો છો.
ટૉપ:


કેઝ્યુઅલ લૂક માટે કાર્ટૂન પ્રિન્ટ ટૉપ પણ એક સારો આઇડિયા છે. તમે કોઇ પણ સમયે પહેરી શકો છો.
સ્વેર્ટશર્ટ:


સેલેબ્સની વચ્ચે પણ કાર્ટૂન પ્રિન્ટ ખૂબ જ પોપ્યુલર છે. તમે પણ ક્યૂટ અને કૂલ લૂક માટે આ પ્રિન્ટના સ્વેર્ટ શર્ટ પહેરી શકો છો.
સ્કર્ટ:


કૉલેજ અને હેંગઆઉટમાં આ કાર્ટૂન પ્રિન્ટ સ્કર્ટ કેરી કરી શકો છો. તમે પણ આ પ્રિન્ટના સ્કર્ટની સાથે પ્લેન ટૉપ અને જેકેટ પહેરી શકો છો.
