શિયાળામાં તમારી સુંદરતાને માટે કોસ્મેટિક્સનો ઉપયોગ કરો તેના કરતા ઘરમાં ઘણી એવી સામગ્રી છે જેનો ઉપયોગ કરીને તમે ચમકી જશો. આજે અહીં એવી જ એક વસ્તુની વાત કરી છે જે સહેલાઇથી રસોડામાં મળી રહે છે. જેનો ઉપયોગ તમને સદાબહાર સુંદર રાખશે.
સ્કીનને હાઈડ્રેટ અને બનાવે છે ચમકદાર

તમારી સ્કીનને માટે ઉત્તમ મોશ્ચરાઈઝર માટે ઘીનો ઉપયોગ કરો જે સ્કીનને હાઈડ્રેટ અને ચમકદાર બનાવે છે. શાઈનિંગ અને સોફ્ટ સ્કીનને માટે કાચા દૂધ અને બેસનની પેસ્ટમાં ઘીને મિક્સ કરી લો. તેને નિયમિત રીતે લગાવવાથી ચહેરો ચમકી જશે.
નરમ અને મુલાયમ હોઠ માટે

ફાટેલા અને ડલ લિપ્સથી હેરાન છો તો તમે ઠંડીમાં ઘીનો ઉપયોગ કરો. રાતે સૂતા પહેલાં થોડું ઘી તમારા હોઠ પર લગાવી શકો છો. ઘી લગાવીને સરક્યુલર મોશનમાં માલિશ કરો, રાત દરમિયાન તેને રહેવા દો. સવારે ફાટેલા હોઠને બદલે સુંદર હોઠ મળશે. રોજ આમ કરવાથી ઝડપથી લાભ મળશે.
ડલ અને ગૂંચવાયેલા વાળમાં મળશે રાહત

ઠંડીમાં વાળ રફ અને કડક થઈ જાય છે. વાળની ચમક પાછી લાવવા માટે પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. પહેલાં ઘી તેને થોડું ગરમ કરો અને તે ઠંડું થાય એટલે વાળના મૂળમાં લગાવીને 2 કલાક રહેવા દો. પછી વાળમાં શેમ્પૂ કરો. વાળમાં નવી ચમક આવશે.
સ્કીન બનશે ટાઈટ

થોડા પ્રમાણમાં ઘીનો ઉપયોગ તમને જવાન બનાવી રાખે છે. ઉંમર વધતાં ત્વચા ઢીલી પડે છે. ઘીના થોડા ટીપાં લો અને તેનાથી ફેસની માલિશ કરો. થોડો સમય તેને ચહેરા પર રહેવા દો. અને પછી પાણીથી ધોઈ લો. નિયમિત રીતે આમ કરવાથી ફેસની ફાઈન લાઈન્સ દૂર થાય છે અને સ્કીન ટાઇટ રહેશે.
તમારી સુંદરતા વધારવામાં ઘી તમારી મદદ કરશે. ઘીના એક નહીં અનેક બ્યૂટી બેનિફિટ્સ છે જે તમારી સુંદરતા વધારવામાં મદદ કરે છે. મોંઘા બ્યૂટી પ્રોડક્ટને વાપરવાને બદલે રસોઈની ચીજોનો ઉપયોગ કરશો તો તે વધારે લાભદાયી રહેશે.
