Lifestyle: શું તમારા ઘરમાં પણ બધા જમી રહે પછી ભાત ઘણી વાર વધે છે ખરાં? અહિં અમે એક મજાની રેસિપી લઇને આવ્યા છીએ અને એ છે વધેલા ભાતની ટેસ્ટી ઈડલી (Leftover Rice Idli Recipe)! તમે એને બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં ખાઇ શકો છો.
ઈડલી… બાળકોની ફેવરીટ ડિશ
શું તમારા ઘરમાં પણ બધા જમી રહે પછી ભાત ઘણી વાર વધે છે ખરાં? આ વાસી ભાત ને જો તમે ફેંકી દેવાનું વિચારતા હો તો આ વિચાર પડતો મૂકી દો…કારણ કે, અહિં અમે એક મજાની રેસિપી લઇને આવ્યા છીએ અને એ છે વધેલા ભાતની ટેસ્ટી ઈડલી (Leftover Rice Idli Recipe)! તમે એને બ્રેકફાસ્ટમાં કે ડિનરમાં ખાઇ શકો છો. મોટા ભાગે ગૃહિણીઓ જમવાનું ખૂટે નહિં એ પ્રમાણે જ રસોઇ તૈયાર કરતી હોય છે. પણ ભાત એવી વસ્તુ છે કે, એ ઘણી વાર વધતા જ હોય છે પણ એને ફેંકવાની કોઇ જ જરુર નથી હોતી! એમાંથી તમે સ્વાદમાં બહેતરીન એક વાનગી બનાવી શકો છો જે એક સ્માર્ટ કિચન હૅક (Kitchen Hack) છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં એકદમ બહેતરીન ગણાય છે.

રાત્રે તમે દાળ-ભાત કે પછી રાજમા, છોલે કે કોઈ કરી વગેરે સાથે ભાત બનાવ્યા હોય અને ઘરના સભ્યોની ભૂખ મુજબ એને ન્યાય આપવામાં આવે છે. આથી ગૃહિણી થોડા વધારે ભાત બનાવવાનું પસંદ કરે છે. આવામાં એમને આગલા દિવસે કોઇ શાક અથવા તો દાળ સાથે ખાવાની જગ્યાએ તમે નાસ્તામાં ઇડલી બનાવશો તો ઘરના તમામ સભ્યોને ભાવશે અને તમારા વધેલા ભાતનો પણ યોગ્ય ઉપયોગ થઇ જશે. આ ઉપરાંત, તમારી બ્રેકફાસ્ટની નવીન રેસિપી (Breakfast Recipe) પણ તૈયાર થઇ જશે!
વિશેષ બાબત એ છે કે, એને કોઇ લાંબા સમય સુધી ફર્મેન્ટેશનની આવશ્યકતા રહેતી નથી અને કેટલાક સરળ સ્ટેપ્સ અપનાવીને મિનિટોમાં જ રેડી કરી શકાય છે.
શી રીતે બનાવશો વાસી ભાતમાંથી ઈડલી? (Leftover Rice Idli Recipe)
વાસી ભાતમાંથી ઈડલી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
1 કપ વાસી ભાત
1/2 કપ સોજી
1/2 કપ દહીં
પાણી આવશ્યકતા અનુસાર
1/2 ચમચી બેકિંગ સોડા કે ઈનો ફ્રુટ સોલ્ટ
ગ્રીસ કરવા માટે થોડું તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ વાસી ભાતને મિક્સરમાં નાખીને થોડું પાણી મિક્સ કરીને એની સ્મૂધ પેસ્ટ બનાવી લેવી.
2. આ પેસ્ટને એક બાઉલમાં કાઢીને એમાં સોજી અને દહીં (Suji & Curd) ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેવી.
3. જો બેટર થોડું ઘટ્ટ લાગે તો એમાં થોડું પાણી ઉમોરીને ઈડલીના બેટર જેવી કન્સિસ્ટન્સી તૈયાર કરી લેવી.
4. જો મિશ્રણમાં પલાળીને ક્રશ કરેલા થોડા પૌંઆ મિક્સ કરી લેશો તો એ વધારે મુલાયમ બનશે.
5. હવે એમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરો. એને તમે તરત જ બનાવી શકો છો.
6. ઈડલી બનાવતા પહેલાં એમાં બેકિંગ સોડા અથવા ઈનો (Baking Soda or Eno) મિક્સ કરવા અને એને હળવા હાથેથી મિક્સ કરી લેવું.
7. ત્યાર બાદ, ઈડલીના મોલ્ડને તેલથી હળવું ગ્રીસ કરી લેવું અને આ મિશ્રણ ભરવું.
8. હવે એને સ્ટીમરમાં 10થી 12 મિનિટ સુધી પકાવી લેવું.
9. જ્યારે ઈડલી ફૂલીને તૈયાર થઇ જાય ત્યારે ગૅસને બંધ કરી લેવો અને મોલ્ડને થોડી વાર ઠંડો થવા દેવો.

તો તૈયાર છે તમારી વધેલા ભાતમાંથી બનેલી ગરમા-ગરમ ઈડલી…જેને તમે નારિયેળની ચટણી અને સાંભાર (Coconut Chutney or Sambar) સાથે સર્વ કરી શકો છો. આ ઈડલી એટલી બધી સ્પોન્જી (Spongy Idli)બનશે કે એને ખાનાર દરેક વ્યક્તિ તમારી પ્રશંસાના પુલ બાંધશે!
આ પણ વાંચો: લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!
આ પણ વાંચો: વધેલી બ્રેડના બનાવો મેંદુવડા….સ્વાદમાં લાજવાબ! જાણો…એને બનાવવાની અત્યંત સરળ રેસિપી…
આ પણ વાંચો: ભાત વધ્યા હોય તો શું કરવું? નો ટેન્શન…બ્રેકફાસ્ટમાં બનાવો વધેલા ભાતના ચીલા…ઝટપટ ટેસ્ટી રેસિપી..!
