gujrat news/ વાવ-થરાદના લિવ-ઇન કેસમાં મોટો વળાંક, યુવતીએ કેશવ માળી સામે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

વાવ-થરાદ Live-in Relationship કેસમાં યુવતીએ કેશવ માળી વિરુદ્ધ દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે તેને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી બનાવવામાં આવી હતી.

Top Stories Gujarat
Live-in Relationship

Vav-Tharad Live-In Relationship Case: વાવ-થરાદ પંથકમાં ચકચારી બનેલા લિવ-ઇન રિલેશનશિપના કિસ્સામાં વધુ એક મોટો ધડાકો થયો છે. જે યુવક પર અગાઉ હુમલો થયો હતો, તે જ કેશવ માળી સામે હવે યુવતીએ આગથળા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે પ્રેમ અને ક્રૂરતાની સાથે કાયદાકીય ગૂંચવણો પણ વધી છે.

બળજબરીથી Live-in Relationship ના મૈત્રી કરાર અને દુષ્કર્મ

પીડિતાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે કેશવ માળીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેને અલગ-અલગ શહેરોમાં ફેરવી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ (Live-in Relationship) બાંધ્યા હતા. યુવતીનો દાવો છે કે લિવ-ઇન રિલેશનના (Live-in Relationship) દસ્તાવેજો પર પણ તેની પાસે બળજબરીથી સહી કરાવવામાં આવ્યા હતા.

Live-in Relationship

હોસ્પિટલ તપાસમાં ગર્ભવતી હોવાનો ખુલાસો

ફરિયાદ મુજબ, કેશવ યુવતીને તબીબી તપાસ માટે હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન યુવતીના પરિવારે અમદાવાદના વટવા વિસ્તારમાંથી તેને શોધી કાઢી હતી.

દાગીના પડાવી જાનથી મારી નાખવાની ધમકી

યુવતીએ માત્ર કેશવ જ નહીં, પરંતુ તેને મદદ કરનાર હરચંદભાઈ માળી અને પીરાજી માળી સામે પણ ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ છે કે આરોપીઓએ તેના પર્સમાંથી અઢી તોલાનો સોનાનો હાર અને બુટ્ટી પડાવી લીધા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસની કાયદાકીય કાર્યવાહી

આગથળા પોલીસે યુવતીની ફરિયાદના આધારે બી.એન.એસ. (BNS) ની કલમ 87, 64(1), 351(3) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ યુવકને ઢોર માર મારવા બદલ યુવતીના ૧૨ પરિવારજનો સામે ફરિયાદ થઈ હતી, ત્યારે હવે યુવતીએ સામો પક્ષ રજૂ કરતા કેસ વધુ પેચીદો બન્યો છે.


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે વલસાડની સગીરાને 26 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપી

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે મનોદિવ્યાંગ સગીરાને મેડિકલ રિપોર્ટ્સના આધારે આપી ગર્ભપાતની મંજૂરી

આ પણ વાંચો:હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો, દુષ્કર્મ પિડીત સગીરાને આપી ગર્ભપાતની મંજૂરી