બિલ્કીસ બાનોએ દોષિતોની સમય પહેલા મુક્ત કર્યા છે એ કારણના લીધે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. . બિલકિસ બાનોએ માફીના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી છે. ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલકીસે તમામને જેલમાં પાછા મોકલવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચકચારભર્યા બિલ્કીશબાનુ પર સામૂહિક ગેંગ રેપથી માંડીને હત્યાના ગુનામાં સજા ભોગવતા 11 આરોપીઓને 15મી ઓગસ્ટના રોજ જેલ મુક્ત કરવામાં આવ્યા છે. આ આરોપીઓને છોડી મૂકવાના મામલે ભારે હોબાળો પણ થયો હતો.
નોંધનીય છે કે ગોધરા કાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા તોફાનોમાં લીમખેડામાં રહેતી બિલ્કિશ બાનું પર સામૂહિક બળાત્કાર સહિત 7 જણાની હત્યાનો ગુનો નોંધાવવા પામ્યો હતો. આ ગુનામાં સુપ્રીમ કોર્ટના આદેશથી સી.બી. આઈ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં સીબીઆઇએ 2004માં આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં સીબીઆઇની ખાસ અદાલત દ્વારા 2008માં 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરાવવામાં આવી હતી. આ સજા પામેલા આરોપીઓને પહેલાં મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને નાસિક જેલ બાદ ગોધરા સબ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
