Gujarat Assembly Election 2022/ વિસનગર બેઠક ગત વખતે ભાજપની થઇ હતી જીત, આ વખતે થઈ શકે છે જોરદાર ટક્કર

વિસનગર વિધાનસભા બેઠક મહેસાણા જિલ્લાની મહત્વની બેઠક છે. વિસનગર વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે.

Gujarat Gujarat Assembly Election 2022 Others
ભાવનગર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય રીતે નિર્ણાયક આ રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. મહેસાણા જિલ્લામાં આવતી વિસનગર વિધાનસભા બેઠક છેલ્લી વખત ભાજપે જીતી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં વિસનગર બેઠક પરથી ભાજપે પટેલ રૂષિકેશ ગણેશભાઈને જાળવી રાખવાનો ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે કોંગ્રેસે આ વખતે કીર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલ પર દાવ લગાવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. બીજી તરફ ગુજરાતની ચૂંટણીમાં પૂરો જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીએ જયંતિલાલ મોહનલાલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપની ટિકિટ પર લડેલા પટેલ રૂષિકેશ ગણેશભાઈએ કોંગ્રેસના પટેલ મહેન્દ્રકુમાર એસને હરાવ્યા હતા. તે ચૂંટણીમાં પટેલ રૂષિકેશ ગણેશભાઈને 77496 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 74627 લોકોનું સમર્થન મળ્યું હતું. આ સિવાય NOTA 2992 મતો સાથે ત્રીજા નંબરે હતી. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના કિર્તીભાઈ ઈશ્વરભાઈ પટેલ પર દાવ લગાવ્યો છે.

વિસનગર વિધાનસભા બેઠક મહેસાણા જિલ્લાની મહત્વની બેઠક છે. વિસનગર વિધાનસભા બેઠકમાં વિસનગર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. તાલુકામાં બાકરપુર, બસાણા, બેચરપુરા, ભાલક, ભાંડુ, બોકરવાડા, છોગાળા, ચિત્રોડા મોટા, ચિત્રોડીપુરા, દહીયાલ, દેણપ, ધામણકુવા, ધરુસણા, ગણપતપુરા, ઘાંઘરેટ, ગોઠવા, ગુંજા, ગુંજાળા, હસનપુર, ઇયાસરા, જેતલવાસણા, કડા, કાજીઅલિયાસણા, કામલપુર (ગોઠવા), કમલપુર, (ખરવાડા), કમાણા, કાંસા સહિતના 58 જેટલા ગામ આવેલા છે.

પાટીદાર અનામત આંદોલન સહિત અન્ય કારણોસર ઋષિકેશ પટેલ સામે જનતા અમુક સ્તરે નારાજ હોવાની રાવ છે. પાયાના પ્રશ્નો ઉકેલવામાં આવે તેવું જનતા ઈચ્છે છે. જોકે, ભાજપનું ચૂંટણી પ્લાનિંગ ખૂબ માઈક્રો હોય છે. જેના કારણે ભાજપ જોખમ લઈને પણ તેમને રિપીટ કરી શકે છે. આ ઉપરાંત ભાજપમાં ઋષિકેશ પટેલની બહોળું યોગદાન છે, તેઓ ભાજપમાં વર્ષોથી જવાબદારીઓ લઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતાં ત્યારે ઋષિકેશ પટેલને વર્ષ 2002માં ભાજપ તરફથી નવા ચહેરા તરીકે મેદાને ઉતારવામાં આવ્યા હતાં. ત્યારથી તેઓ સફળતાની એક પછી એક સીડી ચઢી રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને મંત્રી મંડળમાં સમાવાયા છે અને આરોગ્ય જેવો મહત્વનો વિભાગ સોંપવામાં આવ્યો છે. આ જોતાં આગામી ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની રહી શકે એ સમજી શકાય એવું છે.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન