- સુરત: ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની
- એક જ પરિવારના ત્રણ લોકોને સિટી બસે લીધા અડફટે
- સિટી બસની અડફેટે એક યુવકનું ઘટના સ્થળે જ મોત
@દિવ્યેશ પરમાર
Surat News:સુરતના સચિન વિસ્તાર માં ગભેણી ગામ પાસે સીટી બસ એ અકસ્માત સર્જ્યો હતો. બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ લોકોને સીટી બસના ડ્રાઈવરે અડફેટમાં લીધા હતા. તેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક યુવતી અને એક યુવાન ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં સિટી બસ કાળ સમાન ફરી રહી હોય તે પ્રકારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે.કતારગામ ,સચિન ,ડીંડોલી, ઉધના સહીત અનેક વિસ્તારોમાં બીઆરટીએસ અકસ્માતો થયા હોવાની ઘટના થોડા સમયમાં જ સામે આવી છે. જેમાં અકસ્માતમાં લોકો મોતને પણ ભેટ્યા છે તેમ છતાં હજી પણ સી ટી બસના ડ્રાઇવરો બેફામ રીતે બસ ચલાવી રહ્યા છે.તેવમાં ફરી એક વખત સુરતના સચિન વિસ્તારમાં ગભેણી સર્કલ પાસે 206 નંબરના રૂટ ની સીટી બસે અકસ્માત સર્જ્યો હતો. ગભેણી ગામ પાસે ત્રણ લોકો બાઈક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બીઆરટીએસ બસના ડ્રાઇવરે પાછળથી બાઇકને અડફેટે લીધી હતી જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે યુવતી અને યુવાન ઘાયલ થયા હતા.
ઘાયલોને તાત્કાલિક 108 ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં અવારનવાર સીટી બસના અકસ્માતો થઈ રહ્યા છે.ત્યારે આ અકસ્માતમાં સીટી બસ નો ડ્રાઇવર અકસ્માત સર્જી બસ ત્યાં જ મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે કતારગામમાં અકસ્માત સર્જાયો હતો ત્યારે સુરત મેયર દ્વારા ડ્રાઇવરો સામે કડક પગલાં લેવાયા હતા.આ સાથેજ કેન્દ્ર સરકારે પણ ડ્રાઇવરો સામે કડક પગલા લીધા હતા જે મામલે ડ્રાઇવરો દ્વારા વિરોધ થયો હતો.તેને લઈને કાયદામાં ફેરફાર થયો. જોકે તેમ છતાં પણ હજી અકસ્માતો સતત વધી રહ્યા છે એક ચિંતા નો વિષય છે. હાલ અકસ્માત ને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?
આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી
આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં
