Not Set/ મોરબી: મોહરમની તૈયારીઓ પૂરજોશમાં, વાયથેની નૂરાની મહેફિલો યોજાશે

મોરબી, મોરબીમાં મોહરમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જુદા જુદા લતામાં વાયથેની નૂરાની મહેફિલો યોજાશે. દર સાલની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. મોરબીમાં 11તાજીયા નોખા નોખા લતામાં આયોજન કરવામાં આવ્યા. ઠેરઠેર સબીલોના પણ આયોજન થઈ ગયા છે. તમામ સબીલોમાં સાંજના સમયે ચા-પાણી ઠંડાપીણા અને નાસ્તાનું વિતરણ આવશે. દર […]

Gujarat Trending

મોરબી,

મોરબીમાં મોહરમની તડામાર તૈયારીઓ થઇ રહી છે. જુદા જુદા લતામાં વાયથેની નૂરાની મહેફિલો યોજાશે. દર સાલની જેમ આ વર્ષે પણ મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

મોરબીમાં 11તાજીયા નોખા નોખા લતામાં આયોજન કરવામાં આવ્યા. ઠેરઠેર સબીલોના પણ આયોજન થઈ ગયા છે. તમામ સબીલોમાં સાંજના સમયે ચા-પાણી ઠંડાપીણા અને નાસ્તાનું વિતરણ આવશે.

દર વર્ષની જેમ નગર દરવાજાના ગાંધી ચોક, સરકારી હોસ્પિટલ પાસે આવેલા સબિલામાં હિન્દુ અને મુસ્લિમ યુવાનો એકી સાથે કામ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરૂ પાડશે.

20મી તારીખે ગુરૂવારના રોજ તમામ તાજીયા પોતપોતાના લતામાં તેમજ શુક્રવારે બપોરે બે વાગ્યે પાછા તમામ રૂટ મુજબ શરૂ થશે અને સાંજે આઠ વાગ્યે તાજીયા મોરબીના નહેરુ ગેટ ચોકમાં પડાવ કરશે.. જેમાં શહેર તથા સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત રહેશે, 11તાજીયાની ત્યાંથી પૂર્ણાહુતિ થશે.