વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2 દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે સવારે 9.30 વાગ્યે આવશે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. તેમના સ્વાગત માટે રાજ્યનાં CM રૂપાણી પોતે એરપોર્ટ જશે.
અમદાવાદથી એરપોર્ટ પર PM મોદી અને તેમનો કાફલો ગાંધીનગર જવા નીકળશે. તેઓ સવારે 10.30 વાગ્યે ગાંધીનગર પહોંચશે. જ્યા તેઓ રાજ્યનાં પૂર્વ CM કેશુભાઇ પટેલને તેમના ઘરે જઇને શ્રદ્ધાંજલિ આપશે. સાથે તેમના પરિવારની મુલાકાત કરી તેમના આ દુઃખદ સમયે તેઓને સાન્તવના આપશે. ત્યારબાદ PM મોદી ગુજરાતી સુપરસ્ટાર અને સિંગર મહેશ અને નરેશ કનોડિયાને તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપવા જશે. ત્યારબાદ પીએમ મોદી અમદાવાદ પરત આવશે.
જાડેજા બાપુ બગડ્યા, તોફાની બેટિંગથી કોલકતા સામે ચેન્નઇને અપાવી 6 વિકેટે જીત
તેઓ અમદવાદથી કેવડિયા જવા રવાના થશે. દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM રૂપાણી હાજર રહેશે. આપને જણાવી દઇએ કે, PM મોદીએ પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે. બાદમાં તેઓ આરોગ્ય કુટિર, એક્તા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. PM મોદી સાંજે 5 વાગ્યે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ સાંજે 7 વાગ્યે ડાયનામિક ડેમ લાઇટિંગ, ફેરી બોટ (ક્રૂઝ) નું ઉદ્ધાટન કરશે. બાદમાં રાત્રી રોકાણ પણ તેઓ કેવડિયા ખાતે જ કરશે.
ભાજપનાં 3 નેતાઓની હત્યા પર PM મોદીએ ટ્વીટ કરી કહ્યુ…
PM મોદી 31 તારીખનાં રોજ સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા કરશે. સવારે 8 કલાકે તેઓ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ પરેડમાં ગ્રાઉન્ડમાં 15 બટાલિયન પરેડ યોજાશે. સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે. PM મોદી સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે. બાદમાં PM મોદી સીપ્લેન મારફતે અમદાવાદ આવશે. તેઓ સીપ્લેન સેવાનાં શ્રી ગણેશ કરશે. 31મીએ બપોરે 12 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. 17 પ્રોજેકટનું PM મોદીનાં હસ્તે લોકાર્પણ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં પેટાચૂંટણી થવા જઇ રહી છે. જેને લઇને કોંગ્રેસ અને ભાજપ પૂરી તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે PM મોદીનાં ગુજરાત પ્રવાસની ફરી લહેર જોવા મળી શકે અને ભાજપને 8 બેઠકો પર ફાયદો જોવા મળે તેવું વિશ્લેષકોનું માનવું છે.
