Surat/ 57 વર્ષ જૂની પરંપરા કોરોનાએ તોડી,સુરતમાં તિબેટિયન માર્કેટ ખાલીખમ

સુરતમાં તિબેટિયન માર્કેટ ખાલીખમ 57 વર્ષ જૂની પરંપરા કોરોનાએ તોડી ગાંધીબાગ પાસે ભરાતી તિબેટિયન માર્કેટ ખાલી કોરોનાને લીધે તિબેટિયન વેપારીઓ આવ્યા નહીં 1989 થી સુરતમાં ભરાય છે તિબેટિયન માર્કેટ માર્કેટ નહિ ભરાતા ગરમ કપડાં માટે સુરતીઓને ફાંફા સુરત શહેરમાં 158 અને જિલ્લામાં 56 કેસ સાથે બુધવારે કોરોનાના વધુ 214 કેસ નોંધાયા છે. હજુ પણ શહેર […]

Gujarat Surat
  • સુરતમાં તિબેટિયન માર્કેટ ખાલીખમ
  • 57 વર્ષ જૂની પરંપરા કોરોનાએ તોડી
  • ગાંધીબાગ પાસે ભરાતી તિબેટિયન માર્કેટ ખાલી
  • કોરોનાને લીધે તિબેટિયન વેપારીઓ આવ્યા નહીં
  • 1989 થી સુરતમાં ભરાય છે તિબેટિયન માર્કેટ
  • માર્કેટ નહિ ભરાતા ગરમ કપડાં માટે સુરતીઓને ફાંફા

સુરત શહેરમાં 158 અને જિલ્લામાં 56 કેસ સાથે બુધવારે કોરોનાના વધુ 214 કેસ નોંધાયા છે. હજુ પણ શહેર જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 37734 થઈ છે. અને બુધવારે કોરોનાની સારવારમાં વધુ બેના મોત નિપજ્યા છે. જેને કારણે કોરોનાનો કુલ મૃતાંક સુરતનો 1013 થયો છે. 

સુરતમાં કોરોનાનાં કહેરને કારણે સુરતમાં તિબેટિયન માર્કેટ ખાલીખમ જોવામાં આવી રહી છે. શહેરની 57 વર્ષ જૂની પરંપરા કોરોનાએ તોડી હોવાની વાતો ચર્ચાઇ રહી છે. જી હા, પાછલા 57 વર્ષથી શહેરનાં ગાંધીબાગ પાસે તિબેટિયન માર્કેટ ભરાતી હતી. જે આ વર્ષે  ખાલી જોવામાં આવી છે. કોરોનાને લીધે તિબેટિયન વેપારીઓ આવ્યા નહીં હોવાથી આ 57 વર્ષ જૂની પરંપરા ટુટી ગઇ છે. ઉલ્લેખનીય છે કે 1989 થી એટલે કે પાછલા 57 વર્ષથી શહેરનાં ગાંધીબાગ પાસે તિબેટિયન માર્કેટ ભરાતી હતી. આ વર્ષે માર્કેટ નહિ ભરાતા ગરમ કપડાં માટે સુરતીઓને ફાંફા મારી રહ્યા હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે.