Political/ અર્નબ ગોસ્વામી મામલે ગુજરાત ભાજપનાં વલણને લઇને કોંગ્રેસે કર્યા વેધક સવાલો…

કહી શકાય કે “The Nation Know”, અર્નબ ગોસ્વામી મામલમાં સમગ્ર ઘટના ક્રમ અને મામલા સાથે જોડાયેલા તમામ લોકો વિશે દેશ જાણે જ છે. અર્નબ ગોસ્વામી ઘટના ક્રમમાં લગભગ તમામ મોટા રાજકીય નેતાઓ અને દિગ્ગજ હસ્તીઓ દ્વારા પોતા પાતાની પ્રતિક્રિયા આપવામાં આવીએ પણ તમામ માટે વિદિત છે. પણ જ્યારે પોતે પણ આવું કઇ ભૂતકાળમાં કરી ચૂક્યા […]

Gujarat Others Politics

કહી શકાય કે “The Nation Know”, અર્નબ ગોસ્વામી મામલમાં સમગ્ર ઘટના ક્રમ અને મામલા સાથે જોડાયેલા તમામ લોકો વિશે દેશ જાણે જ છે. અર્નબ ગોસ્વામી ઘટના ક્રમમાં લગભગ તમામ મોટા રાજકીય નેતાઓ અને દિગ્ગજ હસ્તીઓ દ્વારા પોતા પાતાની પ્રતિક્રિયા આપવામાં આવીએ પણ તમામ માટે વિદિત છે. પણ જ્યારે પોતે પણ આવું કઇ ભૂતકાળમાં કરી ચૂક્યા હોય અને પછી એવી જ ઘટના વિશે સવિષેશ પ્રતિક્રિયાઓ આપવી અને હંગામો કરવો, તે તો પહેલી કહાવત સાદર્શ કરે છે કે, “સો ચૂંહે માર કે બિલ્લી હજ કો ચલી” – આ શાબ્દિક તાતપર્ય છે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું.

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર – “”” અર્નબ ગોસ્વામીનાં મામલાનાં માધ્યમથી ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહે ગુજરાત સરકારને આડે હાથ લેતા વેધક સવાલો કર્યા છે. તો આવો જોઇએ શું પ્રહારો કર્યા જયરાજસિંહ તેમનાં જ શબ્દોમાં….

ગુજરાતમાં એક પત્રકાર ધવલ પટેલ ઉપર રાજદ્વોહનો કેસ કરનારી ગુજરાત સરકારને હવે મહારાષ્ટ્રમાં કટોકટી દેખાવા લાગી….???

ગુજરાતમાં પણ ટાઈમ્સ ગ્રુપ અને ઓલિયા પત્રકાર પ્રશાંત દયાળને પણ ક્યાં બક્ષ્યા હતા…???

પત્રકારો જ જેને પોતાની આલમનો ગણવામાં શરમ અનુભવતા હોય તેવા અર્નબ ગોસ્વામીની ધરપકડ પર રોકકળ કરતા ભાજપને “ ચિયરબોય ” ( ચિયર ગર્લ નહીં ) ગુમાવવાનું દુખ છે.

જે રીતે રીપબ્લીક ભારત પર ચર્ચાના નામે કાનના પડદા ચીરી નાખતી ડીબેટ અને તેનું સંચાલન કરનારી ફેફસા ફાટી જાય એટલુ જોર કરતી અર્નબ એન્ડ કંપની ને જોઈને ન્યૂઝ ચેનલના બદલે શાબ્દીક નગ્નતા રજૂ કરતી ન્યૂડ ચેનલ હોય તેવુ વધારે લાગે. ચોવીસ કલાક જેટલુ ઝેર અર્નબ અને તેની ટોળકી ઓકતી હોય છે એટલુ ઝેર તો ટીવી સીરીયલ નાગીન ના એક હજાર એપીસોડમાં પણ નહી જોવા મળે.

આ દેશમાં રાજકીય પક્ષો, નેતાઓ અને સરકારોની કઠોર નિંદા જાગૃત પત્રકારો- વિવેચકો અને લેખકો કરતા જ આવ્યા છે . તથ્યો અને તર્કોના આધાર પર પત્રકારિતા એ રાજનીતિ પર હંમેશા આલોચનાત્મક નિયંત્રણ રાખવા પ્રયાસો કર્યા જ છે. પત્રકારિતા એ લોકતંત્રના ચોથા સ્તંભ તરીકે સ્થાપિત થઈ શકી છે તેનુ કારણ જ સત્તા સામે નતમસ્તક ના થનારા કલમકારો અને પત્રકારોની ખુમારી છે . પરંતુ અર્નબ ગોસ્વામીએ ભાજપના વક્તા અને પ્રવક્તા બનવા સુધી ઠીક ભાજપના રાજકીય એજન્ડા પર ખુલ્લેઆમ કામ કરી નફ્ફટાઈની હદ વટાવી દીધી.

વિપક્ષને અમર્યાદિત ગાળો આપવી, ચરિત્ર હનન કરવુ , મીડીયા ટ્રાયલ દ્વારા કોઈને પણ અપરાધી ઘોષિત કરી દેવા જેવા અનૈતિક ડ્રામાનુ થીયેટર હોય તેમ રીપબ્લીક ભારત વર્તી રહ્યુ હતુ . માત્ર રાજકીય કે અન્ય ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓ જ નહી અર્નબની ઉદ્દંડતા એ ખુદ મીડીયાકર્મી અને સ્પર્ધક ન્યુઝ ચેનલોને પણ નથી બક્ષ્યા. આજે તમામ મીડીયા જગત અર્નબની ધરપકડ પર મૌન છે એનુ કારણ જ એ છે કે ખુદ પત્રકાર આલમ તેને પત્રકાર તરીકે સ્વીકારવા તૈયાર નથી. અર્નબની વ્હારે કોણ છે ? માત્ર ” ચિયરબોય ” ના પાલકો માત્ર.

દેશના પુર્વ ગૃહમંત્રીના ઘરમાં મોડી રાત્રે દીવાલ અને ઝાંપો કુદીને ઘુસી જનાર ભાજપ સરકારના ગૃહમંત્રીને આજે અર્નબની ધરપકડ સામે વાંધો છે. યુનિવર્સિટીઓમાં ગેરકાયદેસર પ્રવેશી નિર્દોષ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પર અમાનુષી અત્યાચાર કરનાર ભાજપને આજે પોલીસ કાર્યવાહીમાં તાનાશાહી દેખાય છે.

ગૌરી લંકેશ , દાભોલકર અને પાનસરે જેવા વિચારકોની હત્યા પર મૌન રહેનાર ભાજપીઓ અર્નબની માત્ર ધરપકડ થતા જ લોકતંત્રની હત્યા ના છાજીયા લઈ રહ્યા છે . ગુજરાતમાં પત્રકાર ધવલ પટેલ ને રાજદ્રોહના કેસમાં પુરી દેનાર વિજયભાઈ રુપાણી અર્નબના વકીલ બની કટોકટી કાળની દુહાઈ દઈ રહ્યા છે. ભાજપ કરે છે એ એની મજબુરી છે.

ભાજપના આંગણે ચાટુકારિતાના ઠુમકા લગાવનાર ” ચિયર બોય ” ને બચાવવા કે તેના સમર્થનમાં આ લખાય છે ત્યા સુધી દેશનું કોઈ વિશ્વસનીય પ્રેસ , પત્રકાર , લેખક કે સમાજસેવક આવ્યુ નથી. ખુદ ન્યુઝ ચેનલ્સ આ સમાચારને સ્ક્રીન પર બ્લેકઆઉટ કરી અર્નબને સમજાવી રહી છે કે અર્નબ જે કરે છે એને કોઈ પણ વ્યાખ્યા આપી શકાય પણ માત્ર પત્રકારિતા શબ્દ ના વાપરી શકાય .

એક યુવાન આશાસ્પદ આર્કિટેક્ટના મહેનતના પૈસા ઓળવી જવાના કારણે તેણે પોતાની માતા સાથે આત્મહત્યા કરી લીધી અને સ્યુસાઇડ નોટમાં અર્નબના નામનો આપઘાત માટે કારણભુત હોવાનો ઉલ્લેખ કર્યો હતો એ કેસમાં તેની ધરપકડ થઇ છે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ કોઈ પણ પુરાવા , તથ્યો વિના સુશાંત આત્મહત્યાને હત્યામાં ખપાવવા નીકળેલા અર્નબને તેની સામેનો પુરાવો દેખાતો નથી. બોલીવુડ માફીયા , સોનીયા સેના , એ..ય ઉધ્ધ્વ જેવી લવારી કરી મીડીયા ટ્રાયલ ચલાવવા ભવાઈઓના ભરોસે રહેનાર અર્નબ ખુદ એના જ ખોદેલા ખાડામાં પડ્યો છે .

અર્નબ પત્રકાર હોત તો એની આ હાલત ના હોત. ચિયર બોય બનવાનું આ પરીણામ છે. આશારામ , રામરહીમ, રામપાલ , નિત્યાનંદ જેવા ભગવા ” ચિયર લીડર્સ ” ની હાલત શુ છે તે અર્નબ સમજ્યો હોત તો આજે આ દશા ના હોત. ” ઉધ્ધવ તુ કહા હૈ” “મુંબઈના પોલીસ કમિશ્નર ને” પરમવીર અબ દેખ લેના “જેવા દેકારા કરતુ આર.ભારત આજે” અર્નબ કહા હૈ ” તે શોધવા નીકળ્યુ છે. સત્તાના સહારે પત્રકારીતાની સોપારી લેનાર અર્નબ ગોસ્વામી આજે એકલો પડ્યો છે અને ” પુછતા હૈ ભારત ” ને કાલે કોઈ પુછશે પણ નહી તે નક્કી છે.“””