Not Set/ ભારતીય સેનાએ પાકિસ્તાન BAT ટીમના બે જવાનોને કર્યા ઠાર

શ્રીનગર, પોતાની નાપાક હરકતો માટે દુનિયાભરમાં બદનામ એવું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો માંથી બહાર આવતું નથી. આ જ પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ પાકિસ્તાન મોટા હુમલાની ફિરાકમાં હતું, પરંતુ ભારતીય સેનાએ આ પ્લાન પર પાણી ફેરવ્યું છે. Quadcopters were used to locate the dead bodies of suspected Pakistani soldiers, who were gunned down by […]

Top Stories India Trending

શ્રીનગર,

પોતાની નાપાક હરકતો માટે દુનિયાભરમાં બદનામ એવું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો માંથી બહાર આવતું નથી. આ જ પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ પાકિસ્તાન મોટા હુમલાની ફિરાકમાં હતું, પરંતુ ભારતીય સેનાએ આ પ્લાન પર પાણી ફેરવ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં નૌગામ સેકટરમાં LOC (લાઈન ઓફ કંટ્રોલ) નજીક સેના દ્વારા પાકિસ્તાન આર્મીની વર્ધીમાં આવેલા બે ઘૂસપેઠિયાઓને ઠાર કર્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે, ભારતીય સેના દ્વારા ઠાર કરાયેલા આ બે ઘૂસપેઠિયાઓ પાકિસ્તાનની BAT (બોર્ડર એક્શન ટીમ)ના સભ્યો હતા. પાક.ની આ BAT ટીમ પોતાની બર્બરતા માટે પહેલાથી બદનામ છે ત્યારે સેનાએ જવાબી કાર્યવાહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જયારે આ ઘૂસપેઠિયાઓ ભારતીય સીમામાં પસાર કરી રહ્યા હતા ત્યારે તેઓની મદદ માટે પાકિસ્તાન તરફથી ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું.

ઠાર કરાયેલા BAT ટીમના સભ્યો પાસેથી મળ્યા હથિયાર

પાકિસ્તાન BAT ટીમના સભ્યોને ઠાર કરાયા બાદ તેઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરાયા છે. આ તમામ હથિયારો પર પાકિસ્તાનનિશાન બનેલા છે. આ ઉપરાંત ઘૂસપેઠિયાઓએ પાકિસ્તાનની સેના દ્વારા કોઈ લડત દરમિયાન ઉપયોગમાં લેવાતી ડ્રેસ પહેર્યા હતા.