Lifestyle: સવારના નાસ્તામાં વધેલા ભાતના ચીલા (Vadhela Bhat na Cheela) બનાવશો તો ઘરના તમામ સભ્યોને ભાવશે અને તમારા ડિનર (Dinner)માં વધ્યા હોય એ ભાતનો પણ યોગ્ય ઉપયોગ થઇ જશે. આ ઉપરાંત, તમારી બ્રેકફાસ્ટની નવીન રેસિપી (Breakfast Recipe) પણ તૈયાર થઇ જશે!
રાત્રે તમે દાળ-ભાત કે પછી રાજમા, છોલે કે કોઈ કરી વગેરે સાથે ભાત બનાવ્યા હોય અને ઘરના સભ્યોની ભૂખ મુજબ એને ન્યાય આપવામાં આવે છે. આથી ગૃહિણી થોડા વધારે ભાત બનાવવાનું જ પસંદ કરતી હોય છે! આવા સંજોગોમાં આ વધેલા ભાત (Leftover Rice Cheela)ને આગલા દિવસે કોઇ શાક અથવા તો દાળ સાથે ખાવાની જગ્યાએ તમે એનો ઉપયોગ કરીને આ ચીલા (Vadhela Bhat na Cheela) બનાવશો તો ‘એક પંથ દો કાજ’ જેવું કામ થઈ જશે…અર્થાત્ ડિનર અને બ્રેકફાસ્ટ બંનેનો જુગાડ થઇ જશે!

બ્રેકફાસ્ટમાં બનાવો આ નવીન ચીલા
નાસ્તામાં ચીલા (Cheela) બનાવવાની વાત આવે એટલે આપણને બેસન કે સોજી જ યાદ આવે! લોકો બ્રેકફાસ્ટમાં લગભગ ચણાના લોટના, સાબુદાણાના કે પછી સોજીના પુડલા જ બનાવતા હોય છે. પણ હવે નવા વર્ષે જો તમે તમારા મેનુમાં કંઇક નવીન ઉમેરવા માગો છો તો આ વધેલા ભાતના ચીલા (Vadhela Bhat na Cheela) શ્રેષ્ઠ વિકલ્પ છે.
તમે આ ટેસ્ટી વાનગીને એક વાર ટ્રાય કરશો તો ચોક્કસ રેગ્યુલર રીતે બનાવતા થઇ જશો! વધેલા ભાતના ચીલા સાથે તમે મનચાહી શાકભાજી ઝીણા સમારીને ઉમેરી શકો છો જેથી એ હૅલ્ધી પણ બની જશે. એકવાર આ વાનગી ખાધા પછી તમે ચાહીને જ વધારે ભાત બનાવશો અને બીજા દિવસે આ સ્વાદિષ્ટ વધેલા ભાતના ચીલા બનાવવાનું પસંદ કરશો. તો ચાલો જોઇશું વધેલા ભાતના ચીલા (Vadhela Bhat na Cheela) બનાવવાની રેસિપીની ટિપ્સ (Tips)…
શી રીતે બનાવશો વધેલા ભાતના ચીલા (Vadhela Bhat na Cheela)?
વધેલા ભાતના ચીલા (Vadhela Bhat na Cheela) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ વધેલા રાંધેલા ભાત
2 મોટી ચમચી બેસન
1 કપ સોજી
1/4 કપ સમારેલી ડુંગળી
1/4 કપ સમારેલા શિમલા મિર્ચ
1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચા
1/2 ઇંચ છીણેલું આદુ
1-2 ચમચી ઝીણી સમારેલી કોથમીર
1 ચમચી અજમો અથવા હીંગ
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1/2 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું
શેકવા માટે જરુર મુજબ તેલ
જરુર પ્રમાણે પાણી

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ રાંધેલા ભાત (Cooked Rice) લેવા. ત્યાર બાદ એમાં બેસન, સોજી (Besan, Suji) અને થોડું પાણી મિક્સ કરવુ અને સારી રીતે હલાવી લેવું.
2. હવે એમાં સમારેલી ડુંગળી (Onion), લીલા મરચા, આદુ, કોથમીર અને તમામ પ્રકારના મસાલા ભેળવી દેવા.
3. આ તૈયાર મિશ્રણને સારી રીતે 2 થી 3 મિનિટ સુધી હલાવીને એકરસ કરી લેવું, જરુર જણાય તો થોડું પાણી મિકસ કરી પુડલાની કન્સિસ્ટન્સી સેટ કરવી.
4. હવે એક નોન સ્ટિક પૅન (Non-stick Pen) કે લોખંડની સ્વચ્છ તવીને ગરમ કરો.
5. પૅન ગરમ થાય એટલે એને તેલથી ગ્રીસ કરી લો. ત્યાર બાદ, એના પર એક કડછી ભરીને મિશ્રણ રેડો અને ધીમે-ધીમે ગોળાકારમાં ફેલાવી લો.
6. હવે મધ્યમ તાપે, સાઇડમાં એક-બે ચમચી તેલ (Oil) રેડીને ગોલ્ડન બ્રાઉન શેકાવા દો.
7. આ ચીલા ક્રિસ્પી બને પછી પૅન પરથી ઉતારી લો. આ જ પ્રમાણે બધા જ ચીલા બનાવી લો.
તો તૈયાર છે તમારા વધેલા ભાતના ચીલા…જે તદ્દન સ્વાદિષ્ટ તો લાગશે જ, એ ઉપરાંત તમને વધેલા ભાતમાંથી એક નવીન વાનગી (Vadhela Bhat na Cheela) બનાવ્યાનો સંતોષ પણ પ્રાપ્ત થશે. આ વધેલા ભાતના ચીલાને તમે દહીં, ચા, કેચઅપ કે કોઈ તીખી ચટણી (Curd, Tea, Ketchup or Spicy Chutney) સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં સરસવ કે બથુઆ…કઇ ભાજી ઉત્તમ, હૅલ્થ માટે શું ખાવું બહેતર?
આ પણ વાંચો: મૂળાની ભાજીને ફેંકશો નહિં…બનાવો ચટાકેદાર મૂળાની ચટણી…ફટાફટ રેસિપી..!
