મુંબઇ,
‘ધ કપિલ શર્મા શો’ એકવાર ફરી દર્શકોને હસવા અને તેમને મનોરજન કરવા માટે નાના પડદા પર આવી રહ્યો છે. TKSS (ધ કપિલ શર્મા શો) નો બીજો પ્રોમો રિલિઝ કરવામાં આવ્યો છે, જે સોની ટીવીના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમો જોઇને એવું લાગે છે કે કપિલ સંપૂર્ણ તૈયારી સાથે પરત ફર્યા છે.
આ શોના સાથી કોમેડિયન કીકુ શારદાએ આ પ્રોમોને રીટ્વીટ કરતા લખ્યું છે, “કપિલ શર્મા એક વર્ષથી શું કરી રહ્યા હતા? જાણો, ‘ધ કપિલ શર્મા શો’માં 29 ડિસેમ્બરથી દર શનિવાર અને રવિવારે સાંજે 9: 30 વાગ્યે.
આ પ્રોમો એપિસોડમાં સારા અલી ખાન અને રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશન માટે આવ્યા છે. કપિલ અને કીકુની કેમેસ્ટ્રી એક વાર હસવા અને લોટપોટ કરાવા માટે તૈયાર જોવા મળી રહી છે. પ્રેક્ષકો અને કપિલના પ્રશંસક શોના પ્રારંભની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Aakhir Kapil Sharma ek saal se kya kar rahe the? Jaaniye #TheKapilSharmaShow mein! Shuru ho raha hai 29 December se, har Sat-Sun raat 9:30 baje. @ranveerofficial @KapilSharmaK9 @kikusharda @haanjichandan @Krushna_KAS @bharti_lalli @sumona24 @RochelleMRao pic.twitter.com/PQL8WVbKr5
— sonytv (@SonyTV) December 18, 2018
આપને જણાવી દઈએ કે કપિલ શર્માના સાથી કલાકાર સુનીલ ગ્રોવરે તેમનો નવો શો ‘કાનપુર વાલે ખુરાનાઝ’ 15 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ ચુક્યો છે. જો કે ઘણા દર્શકો આ શોને પસંદ કરે છે અને તેઓ તેમને એન્ટરટેઇન્મેન્ટના કિંગ કહે છે, પરંતુ ઘણા લોકો માને છે કે આ જોડી એકસાથે કમાલ કરી શકે છે. લોકોએ સુનીલ ગ્રોવરના આ શોની તુલના હવે કપિલના આગામી શો સાથે કરવા લાગ્યા છે.
