મુંબઇ,
રણવીર સિંહ અને આલિયા ભટ્ટ તેમની ફિલ્મ ‘ગલી બોય’ને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીના એટલે કે વેલેન્ટાઇન ડે પર રીલિયા થવાની છે. આ ફિલ્મને લઈને દર્શકો ખૂબ ઉત્સાહિત છે. ચાહકો મૂવીના ગીતોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આલિયા અને રણવીર આજકાલ ‘ગલી બોય’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, બંનેએ તેમની ફિલ્મ વિશે મીડિયા સાથે વાત કરી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન, આલિયાએ વેલેન્ટાઇન ડે માટેની તેના પ્લાન વિશે પણ કહ્યું. આલિયાએ જણાવ્યું હતું કે વેલેન્ટાઇન ડે માટે કોઈ ખાસ પ્લાન નથી, પરંતુ આલિયાએ વાતચીતમાં દરમિયાન સૂચન કર્યું છે કે તે વેલેન્ટાઇન ડેના પ્રસંગે રણબીર કપૂર સાથે વેલેન્ટાઇન ઉજવણી કરશે એટલું જ નહીં સાથે સાથે બીજા બે વ્યક્તિઓ સાથે વેલેન્ટાઇન ડે મનાવાની છે.

આપને જાણવી દઈએ કે આલિયાની વાતોથી લાગે છે કે ના તે તેનો પ્રેમ બતાવવી રહી છે અને ના છુપાવી રહી છે. આવામાં વેલેન્ટાઇન ડે ને લઈને પૂછવામાં આવેલ પ્રશ્નો આલિયાના જવાબ ઘણા કન્ફયુઝન કરી દે તેવા હતા. આલિયાએ કહ્યું કે હું તે દિવસે શૂટિંગમાં વ્યસ્ત છું એન જો હું ‘બ્રહ્માસ્ત્ર’ માટે જ શૂટિંગ કરી રહી છું તો અડધું સેલિબ્રેશન સેટ પર જ થઇ જશે. ત્યાર પછી આલિયા મજાક કરતા ખે છે કે, “હું અયાન મુખર્જી અને અમિતાબ બચ્ચન સાથે વેલેન્ટાઇન મનાવીશ. વેલ તો આલિયાએ રણબીર કપૂરનું નામ લીધા વગર જ જણાવી દીધું કે તે વેલેન્ટાઇન ડે તે તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે ફિલ્મ સેટ પર મનાવશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે, આવામાં રણબીર આલિયા એક સાથે વેલેન્ટાઇન ડે મનાવશે.પરંતુ પબ્લિકના વચ્ચેઆ વાત કહેતા અચકાતી હતી.

આપને જણાવી દઈએ કે ચોકલેટ હાથ લેતા આલિયાએ કહ્યું કે તેના મિત્રો ઘણી વાર તેને સ્કુલમાં ચોકલેટ ગીફ્ટ કરતા હતા. જ્યારે પણ કોઈને તેમને Impress કરવાનું હોય, ત્યારે તે તેમને ડેરી મિલ્ક આપી દેતા હતા. માત્ર એટલું જ નહીં, આલિયાએ કહ્યું કે તેની ફેવરેટ ડેરી મિલ્ક ચોકલેટ આજે પણ ત્યાં છે. જો કે, તે હવે વધુ ખાઈ શકતી નથી. ચોકલેટની સુગંધથી સંતોષી કરી દે છે. તો બીજી બાજુ રણવીર માને છે કે ચોકલેટ તેમના જીવનનો એક અભિન્ન ભાગ છે અને ફ્રુટ એન્ડ નટ તેમનો ફેવરેટ ફ્લેવર છે.

ટેડીઝ, હાર્ટ શેપ સૉફ્ટ કુશન જોઈને આલિયાનું એ માનવું છે કે તેને તેના પીલોની યાદ આવે છે. તો રણવીરે આને સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં ગુડી ગુડી જેવો દેખાતો પ્રોપ માને છે.જોકે અંતમાં રણવીર અને આલિયા તેમના ચાહકોને આ પ્યારના મોસમની શુભકામનાઓ આપતા જોવા મળ્યા. તેઓએ એ પણ કહ્યું કે આ બધી વસ્તુઓ પર પૈસા વેસ્ટ કર્યા કરતા દિલથી પ્રેમ કરો અને પોતાના પાર્ટનરને ફિલ્મ ‘ગલી બોય’ જોવા માટે સિનેમાઘરોમાં લે જાવ. નોંધનીય છે કે ફિલ્મ 14 મી ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
