Breaking News/ અમદાવાદને 26 મેના રોજ મળશે નવા મેયર, AMCમાં સામાન્ય સભા બોલાવવામાં આવી

અમદાવાદને 26 મેના રોજ મળશે નવા મેયર (Ahmedabad New Mayor)… AMCમાં સામાન્ય સભા બોલાવવામાં આવી, મેયર-ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની થશે જાહેરાત.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad New Mayorનું નામ 26 મેના રોજ જાહેર થશે

Breaking News: અમદાવાદમહાનગરપાલિકામાં નવા મેયર (Ahmedabad New Mayor) અને અન્ય મહત્વના પદાધિકારીઓની નિમણૂક માટે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 26 મેના રોજ સવારે 11 વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં મેયર (Ahmedabad New Mayor), ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને લગભગ 28 દિવસ બાદ હવે અમદાવાદને નવા નગરપતિ (Ahmedabad New Mayor) મળવા જઈ રહ્યા છે. સામાન્ય સભામાં સર્વાનુમતે નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવશે. સાથે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને AMTS કમિટીના ચેરમેનની નિમણૂક પણ જાહેર કરવામાં આવશે.

Ahmedabad New Mayor કોણ બનશે?

સાંજે કોર્પોરેશન દ્વારા સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવશે, જેમાં ચૂંટણી પ્રક્રિયા અને વિવિધ પદોની નિમણૂક અંગેની વિગતો સામેલ રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે 23 અથવા 24 મેના રોજ ઉમેદવારી જાહેર થવાની શક્યતા છે. અંદાજે 15 જેટલા દાવેદારો પોતાના નામ નોંધાવી શકે છે. માહિતી મુજબ, 26 મેના રોજ જ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક પણ યોજાઈ શકે છે. આ બેઠકમાં નવી કમિટીના 12 સભ્યો અંગે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે (BJP) અમદાવાદ મહાનગરપાલિકામાં 160 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી હતી. હવે શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

આ વખતે મેયર પદ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે OBC પુરુષ માટે અનામત રાખવામાં આવ્યું છે. ભાજપના આંતરિક સૂત્રો મુજબ, અનુભવી અને સિનિયર કોર્પોરેટરોને મહત્વ આપવામાં આવી શકે છે.

મેયર પદ માટે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટનું નામ મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે. ઉપરાંત બોડકદેવ વોર્ડના ધરમશી દેસાઈ, નિકોલ વોર્ડના દીપક પંચાલ અને વેજલપુરના રાજુ ઠાકોર જેવા નામો પણ મેયર પદ માટે રેસમાં હોવાનું માનવામાં આવે છે.હવે સૌની નજર 26 મેની સામાન્ય સભા પર ટકેલી છે, જ્યાં અમદાવાદના નવા નગરપતિ સહિતના મુખ્ય પદાધિકારીઓના નામો પર સત્તાવાર મહોર લાગશે.


આ પણ વાંચો:અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ

આ પણ વાંચો:અમદાવાદના નવા મેયરની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ

આ પણ વાંચો:અમદાવાદ:પૂર્વ મેયર તરીકે કિરીટ પરમારનું સંબોધન ,અઢી વર્ષ ના કાર્યકાળ દરમિયાન ઘણા બધા કામો થયા